ચોરીની કબૂલાત:મહેસાણા જિલ્લાની 12 સહિત 15 ઘરફોડ ચોરીનો આરોપી મંડાલી પાસેથી ઝડપાયો

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOGએ ગાડી સાથે તેલના ડબ્બા, ચા સહિત 1.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • નંદાસણ, બાવલુ, મહેસાણા તાલુકા, કડી, લાંઘણજ અને કલોલ પોલીસની કરિયાણા અને પાન-મસાલાની દુકાનોમાં ચોરી કબૂલી​​​​​​​

મહેસાણા જિલ્લાની 12 અને ગાંધીનગર જિલ્લાની 3 મળી 15 ચોરીઓમાં સંડોવાયેલ નંદાસણના શખ્સને એસઓજી પોલીસે ગાડી સાથે મંડાલી નજીકથી પકડી લીધો હતો. પોલીસે તેલના ડબ્બા, ચાના પેકેટ સહિત સહિત કુલ રૂ.1,19,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, નંદાસણનો અને કડીના ઇન્દીરાનગરમાં સૈયદ ડોક્ટરના ઘરમાં ભાડેથી રહેતો તેમજ હાલ અમદાવાદ ફતેહવાડી ગોલ્ડન ફ્લેટમાં રહેતો સૈયદ અબ્દુલહમીન ઉર્ફે અબ્દુલ રસુલમીંયા મંડાલી નજીક હાઇવે પર ટાટા ઇન્ડીકા વિસ્ટા ગાડી (જીજે 18 બીબી 7072 ) સાથે ઊભો હોવાની બાતમી મળતાં પોલીસે છાપો મારી પકડી લીધો હતો.

ગાડીની તલાશી લેતાં તેમાંથી રૂ.16,300ના તેલના નાના મોટા 9 ડબ્બા, રૂ.2800ના ચાના 28 પેકેટ, 2 રબ્બર સ્ટેમ્પ, વજનકાંટો, લોખંડની કોશ મળી હતી. પોલીસ પૂછપરછમાં નંદાસણ, બાવલુ, મહેસાણા તાલુકા, કડી, લાંઘણજ અને કલોલ પોલીસના વડસ્મા, ધુમાસણ અને સોજા ખાતે કરિયાણા અને પાન-મસાલાની દુકાનો તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે મુદ્દામાલ કબજે લઇને આરોપીની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...