તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્દાફાશ:જીરા કોમોડીટીમાં 144 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ઊંઝાના સુપ્રિમ પટેલની ધરપકડ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સન ટ્રાન્સપોર્ટના કોર્પોરેશનના માલિક સુપ્રિમ પટેલ - Divya Bhaskar
સન ટ્રાન્સપોર્ટના કોર્પોરેશનના માલિક સુપ્રિમ પટેલ
  • જીએસટી વિભાગ દ્વારા સન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માલિક સુપ્રિમ પટેલની ધરપકડ
  • અમદાવાદ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, વડનગર અને હિંમતનગરમાં બોગસ પેઢીઓ બતાવી રૂ.9.60 કરોડ કરચોરી કરી

છેલ્લા 4 દિવસથી ઊંઝામાં ચાલી રહેલી જીએસટી વિભાગની તપાસમાં ઉ.ગુ.ના 6 શહેરોમાં બોગસ પેઢીઓ ઉભી કરી રૂ.144.35 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ આચરાયું હોવાનું શોધી કાઢી સોમવારે બોગસ વ્યવહારોમાં રૂ.9.60 કરોડની કરચોરી કરનારા સન ટ્રાન્સપોર્ટના કોર્પોરેશનના માલિક સુપ્રિમ પટેલની ધરપકડ કરાઇ હતી. દરમિયાન તેને અમદાવાદ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.

તાજેતરમાં જીએસટી વિભાગને જીરાની કોમોડિટીમાં બોગસ પેઢીઓના નામે ઇ-વે બિલ જનરેટ કરી તેમજ ઇ-વે બિલમાં દર્શાવેલા વેપારીઓના બદલે અન્ય વેપારીઓ પાસેથી ખરીદી કરી અન્ય વેપારીઓને મોકલી જીએસટી ન ભરવાની મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી હતી. જેને પગલે છેલ્લા 4 દિવસથી ઊંઝા માર્કેટયાર્ડમાં ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને વેપારી પેઢીઓમાં ગુજરાત જીએસટીના 11 ડિવિઝનના એન્ફોર્સમેન્ટ ઓફિસરો અને ફ્લાઇંગ સ્ક્વોડની સંયુક્ત ટીમના 40થી વધુ ઓફિસરો દ્વારા દરોડા કરાયા હતા. આ દરોડામાં સન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના માલિક સુપ્રિમ જીતેન્દ્રભાઇ પટેલની પણ તપાસ કરાઇ હતી. સ્થળ તપાસમાં તેના ઘરેથી ઇક્રીમીનેટીંગ ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા. આ સાથે તેના મોબાઇલ ફોનમાંથી એક્સલની ફાઇલમાં કેટલીક પેઢીઓના જીએસટી નંબર તથા ઇ-વે બિલ પોર્ટલ ઉપરના આઇડી, પાસવર્ડ સાથે કેટલીક પેઢીઓના ટેલી એકાઉન્ટીંગ સોફ્ટવેરનો ડેટા મળી આવ્યો હતો.

જેના આધારે અમદાવાદ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, વડનગર અને હિંમતનગર સ્થિત પેઢીઓના સ્થળે પણ તપાસની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તપાસમાં આ તમામ પેઢીઓ બોગસ હોવાનું ખુલ્યું હતું. જીએસટી રજીસ્ટ્રેશન પરથી બોગસ પેઢીઓના માલિકોને શોધી જીએસટી વિભાગે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, સુપ્રિમ પટેલે પુરાવાનો દૂરુપયોગ કરી બોગસ પેઢીઓ ઉભી કરી છે, પેઢીઓના દર્શાવેલા વ્યવહારો બાબતે તેઓ કશું જાણતા નથી તેમ જણાવી કોઇપણ પ્રકારનો તપાસમાં સહકાર આપ્યો નથી.

જીએસટી વિભાગની તપાસ કામગીરીમાં સન ટ્રાન્સપોર્ટના માલિક સુપ્રિમ જીતેન્દ્રભાઇ પટેલ દ્વારા સહકાર આપવાને બદલે સતત ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરાતાં તેમજ તપાસ અંગેના પ્રશ્નોના ખોટા જવાબ આપતો હતો. આથી તપાસમાં મળી આવેલા પુરાવા અને નિવેદનોના આધારે સોમવારે જીએસટી વિભાગે સુપ્રિમ પટેલની ધરપકડ કરી હતી અને અમદાવાદના એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરી અન્ય બોગસ પેઢીઓ પણ ઓપરેટ કરાયેલી હોવાની શક્યતા હોઇ વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

જીરા કોમોડિટીમાં ઇ-વે બિલ જનરેટ કરી કરાતું હતું બોગસ બિલિંગ સુપ્રિમ પટેલ દ્વારા આ બોગસ પેઢીઓના ઇ-વે બિલ જનરેટ કરી માલ અન્ય વેપારીઓને મોકલી આપવાની ગુન્હાઇત પ્રવૃત્તિ કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું છે. આ ઉપરાંત, આ પેઢીઓના જીએસટી રિટર્ન્સ પણ ફાઇલ કરાયા નથી. અથવા તો ટર્નઓવર ન દર્શાવી વેરો ભરવામાં આવ્યો નથી. આવી રીતે કુલ રૂ.144.35 કરોડના ઇ-વે બિલ જનરેટ કરવામાં આવ્યા છે. આ વ્યવહારો ઉપરનો ટેક્ષ રૂ.9.60 કરોડ થાય છે. જે ટેક્ષ સરકારી તિજોરીમાં ભરપાઇ કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો