તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:જિલ્લામાં 15 દિવસમાં 1.40 લાખનું રસીકરણ થયું જેમાં ગ્રામીણમાં 76 અને શહેરી વિસ્તારમાં 24 ટકા

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 10.09 લાખના રસીકરણ સાથે મહેસાણા રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને બનાસકાંઠા પછી પાંચમા ક્રમે
  • જિલ્લામાં 7.74 લાખ લોકોએ પ્રથમ ડોઝ અને 2.34 લાખ લોકોએ બંને ડોઝ લીધા

જિલ્લામાં કોરોના રસીકરણનો આંકડો 10.09 લાખે પહોંચી ગયો છે. જેમાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 7.74 લાખ છે, જ્યારે 2.34 લાખ લોકોએ બંને ડોઝ લઇ લીધા છે. રસી લેનારમાં 5.23 લાખ પુરુષ અને 4.85 લાખ મહિલાઓ છે. જૂન મહિનાના પ્રારંભ કરતાં જુલાઇમાં રસીકરણ મંદ પડ્યું છે. આમ છતાં, જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ રસીકરણ થયું છે.

આરોગ્ય વિભાગના 24 જૂનથી 8 જુલાઇ સુધીના આંકડા મુજબ કુલ 1,40,376ના રસીકરણમાં ગ્રામીણ વિસ્તારમાં 1,06,837 (76 ટકા) અને શહેરી વિસ્તારમાં 33,539 (24 ટકા) નોંધાયું છે. આ સાથે રસીકરણમાં મહેસાણા જિલ્લો અમદાવાદ, સુરત અને વડોદરા શહેર તેમજ બનાસકાંઠા જિલ્લા પછી પાંચમા ક્રમે છે. ગુજરાતમાં શનિવાર સુધી 2.77 કરોડના રસીકરણમાં પ્રથમ ડોઝ 77 ટકા અને બંને ડોઝ 23 ટકાએ લીધો છે. આ સરેરાશ મહેસાણા જિલ્લામાં પણ છે. ઉત્તર ગુજરાતમાં 37.54 લાખ લોકોએ અત્યાર સુધીમાં રસી લીધી છે.

ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં થયેલ રસીકરણ

તારીખગ્રામીણશહેરી
24 જૂન14,2074,060
25 જૂન8,3242,131
26 જૂન12,1394,021
27 જૂન6,3512,517
28 જૂન7,9222,044
29 જૂન5,6982,778
30 જૂન9,8562,303
1 જુલાઇ8,1712,103
2 જુલાઇ6,8152,130
3 જુલાઇ6,1992,255
4 જુલાઇ7,3052,195
5 જુલાઇ8,0392,561
6 જુલાઇ5,5542,441
7 જુલાઇ00
8 જુલાઇ2570

કુલ

1,06,83733,539

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...