અપહરણ:બેચરાજીમાં લગ્નની લાલચ આપી 14 વર્ષીય સગીરાને ભગાડી જનારા શખ્સ સામે ગુનો નોંધાયો

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોપાલ નામના યુવક સામે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી

બેચરાજી પંથકમાં 14 વર્ષની સગીરાને ગોકળગઢનો યુવક લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાના ઇરાદે ભગાડી ગયો હતો. સમગ્ર મામલે પરિવારને જાણ થતાં સગીરાને ભગાડી જનાર યુવક વિરુદ્ધ બેચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા જિલ્લામાં અવારનવાર સગીરાને ભગાડી જવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે બેચરાજી પંથકમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં બેચરાજી તાલુકાના એક ગામની 14 વર્ષની સગીરાને અજાણ્યો ઈસમ લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ઘટના સામે આવી છે.

સગીરા ગુમ થયાની જાણ પરિવારને થતા આસપાસ તપાસ કરી હતી. બાદમાં પરિવારને જાણ થઈ હતી કે, ગોકળગઢ ખાતે રહેતો દેવીપૂજક ગોપાલ નામનો યુવક 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાંના ઇરાદે ભગાડી ગયો છે. જે મામલે સગીરાની માતાએ બેચરાજી પોલીસ મથકમાં યુવક સામે આઈ.પી.સી કલમ 363,366 મુજબ ગુનો દાખલ કરવો હતો.

અન્ય સમાચારો પણ છે...