તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શપથ ગ્રહણ:મહેસાણા જિલ્લામાં આજે 137 એલઆરડી જવાનોએ પોતાની બેઝીક તાલીમ પૂર્ણ કરી શપથ ગ્રહણ કરી

મહેસાણા2 મહિનો પહેલા
  • એલઆરડી જવાનોની આજે 9 મહિનાની પાયાની તાલીમ પૂર્ણ થઇ

મહેસાણામાં આજે 137 લોકરક્ષક દળના જવાનોએ પોતાની બેઝીક તાલીમ પૂર્ણ કરી હતી. જેમાં મહેસાણા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજ રોજ 9 માસથી પાયાની તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓએ પોતાની તાલીમ પૂર્ણ કરી શપથ ગ્રહણ કર્યા હતા.

તાલીમમાં 22 કિલોમીટર સુધીની રૂટ માર્ચ કરાવવામાં આવી

મહેસાણા જિલ્લાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે છેલ્લા 9 મહિનાથી પાયાની તાલીમ લઈ રહેલા બેન્ચ નંબર 5ના તાલીમાર્થી જેમાં 60 મહિલા અને 77 પુરુષ તાલીમાર્થી મળી કુલ 137 તાલીમાર્થી હથિયારી લોકરક્ષક દળના જવાનો જે મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગત સપ્ટેમ્બર 2020થી મે 2021 આમ કુલ 9 મહિના મહેસાણા ખાતે તાલીમ લીધી હતી. જે આજ રોજ તાલીમ પૂર્ણ થતાં સવારે 8 કલાકે પોલીસ વડા ડો.પાર્થ રાજ સિંહ ગોહિલ દ્વારા 137તાલીમાર્થીઓને શપથ લેવડાવ્યા હતા.

જવાનોએ ઇન્ડોર અને આઉટડોર ની તાલીમ લીધી

મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે 9 મહિનાથી જવાનો તાલીમ લઈ રહ્યાં હતા. જેમાં આ જવાનોએ તાલીમ દરમિયાન ઇન્ડોર અને આઉટડોરની તમામ તાલીમ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી હતી. જેમાં ઇન્ડોર તાલીમમાં 6 પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. અને આઉટ ડોર માં 12 પ્રકારની તાલિમ આપવામાં આવી હતી. જેમાં જંગલ તાલિમ દરમિયાન સાથે સાથે મહેસાણા જિલ્લામાં આવેલા તારંગા હિલ ખાતે ટ્રેકિંગ અને જંગલ ના વિષયોની તાલિમ આપવામાં આવી હતી. તેમજ 22 કિલોમીટર સુધીની રૂટ માર્ચ કરાવવામાં આવી હતી.

મહિલા તાલિમાર્થીઓને સેલ્ફ ડિફેન્સ, કરાટે તાલીમ અપાઈ છે. જેમાં હોર્સ રાયડિંગ અને આધુનિક હથિયારોનું ફાયરિંગ અને તેની સંપૂર્ણ માહિતી તાલીમાર્થી ને આપવામાં આવી હતી. તેમજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ સમભારણ દિવસે ઉજવણીના ભાગ રૂપે તાલીમ લઈ રહેલા જવાનોએ વકૃત્વ સ્પર્ધા, રન ફોર યુનિટી, સંસ્કૃતિ પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જવાનોની પોતાની સ્કીલ બહાર લાવવા માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...