છેતરપિંડી:ક્રેડિટકાર્ડ બંધ કરાવવાના બહાને લિંક મોકલી ખેડૂત પિતા-પુત્ર સાથે 1.32 લાખની છેતરપિંડી

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુંઢિયાના ખેડૂતે મોબાઇલ એપ ડાઉનલોડ કરતાં જ રૂપિયા ઉપડી ગયા
  • ​​​​​​​9339932024 નંબરના મોબાઈલધારક​​​​​​​ સામે વડનગર પોલીસે ગુનો નોંધ્યો

ક્રેડિટકાર્ડ બંધ કરાવવાના બહાને વડનગર તાલુકાના સુંઢિયા ગામના ખેડૂત પિતા-પુત્ર સાથે રૂ.1.32 લાખની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી છે. ખેડૂતની ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા મોબાઈલ ધારક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડનગર તાલુકાના સુંઢિયા ગામે પ્રગ્નેશકુમાર દશરથભાઈ પટેલના મોબાઇલમાં ગત 25 જુલાઈના રોજ 93399 32024 અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને તમે ક્રેડિટકાર્ડ વાપરો છોનું કહેતાં પ્રજ્ઞેશભાઈએ હા પાડી હતી, ત્યારે તેણે હું એસબીઆઇ ક્રેડિટકાર્ડમાંથી બોલું છું અને તમારે ક્રેડિટકાર્ડનો ચાર્જ ભરવો પડશે એટલે પ્રજ્ઞેશભાઈએ અમારે ક્રેડિટકાર્ડનો ચાર્જ ભરવો નથી તમે કાર્ડ બંધ કરી દોનું કહેતાં સામેના વ્યક્તિએ તમારે ક્રેડિટકાર્ડ બંધ કરવું હોય તો હું તમારા મોબાઇલ ઉપર એક લિંક મોકલી રહ્યો છું તે લિંક ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી દોનું કહી તેણે એક લિંક મોકલી હતી.

જેના પરથી પ્રજ્ઞેશભાઈએ એપ્લિકેશન ડાઉનલોડ કરતાંની સાથે જ 15 મિનિટની અંદર તેમના ખાતામાંથી રૂ.49 હજાર કપાઈ ગયેલા અને ફરીથી બીજા રૂ.24 હજાર કપાઈ જતાં તેમણે એસબીઆઇમાં જઈ પોતાનું ખાતું હોલ્ટ કરાવ્યું હતું. તેની ગણતરીની 10 મિનિટમાં તેમના પિતાજીના ખાતામાંથી પણ વારાફરતી 5 વખત રૂ.20 હજાર ઉપરાંતની રકમ ઉપડી ગઈ હતી. આમ ક્રેડિટકાર્ડ બંધ કરવાના બહાને વિશ્વાસમાં લઈ પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી આચરાઇ હોવાનું માલુમ પડતાં પ્રજ્ઞેશભાઈએ ઘરે આવી પોતાના મોબાઈલ ઉપરથી ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. વડનગર પોલીસે આઈટી એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...