અમદાવાદ ખાતે તાજેતરમાં રાજ્ય કક્ષાનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ યોજાયો હતો. આ ખેલ મહાકુંભમાં મહેસાણા જિલ્લો 88 મેડલ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લાના 131 માનસિક દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. રાજ્ય કક્ષાનો માનસિક દિવ્યાંગ બાળકોનો સ્પેશ્યલ ખેલ મહાકુંભ-2022 ગત 13 થી 15 મે દરમિયાન અમદાવાદની ગુજરાત કોલેજ, ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયો હતો.
આ અંગે ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટના વિષ્ણુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ખેલ મહાકુંભમાં મહેસાણા જિલ્લાના ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દિશા ડે સ્કૂલ, સમગ્ર શિક્ષા, માધુર્ય ભુવન, માનવ મંદિર, રાષ્ટ્રીય અંધજન મંડળના મળી કુલ 131 દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં એથલેટીક્સ, ફૂટબોલ, બાસ્કેટબોલ, બોસી, હેન્ડબોલ, લોંગજમ્પ, શોટપુટ, ટેબલ ટેનીસ, વોલીબોલ સહિતની રમતોમાં ભાગ લીધો હતો. આ ખેલ મહાકુંભમાં 88 મેડલ મેળવનાર મહેસાણા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે.
જિલ્લાનું રાજ્યમાં સ્થાન | ||
વર્ષ | મેડલ | રાજ્યમાં સ્થાન |
2015 | 57 | પ્રથમ |
2016 | 53 | પ્રથમ |
2017 | 53 | બીજુ |
2018 | 89 | બીજુ |
2019 | 94 | પ્રથમ |
2022 | 88 | પ્રથમ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.