મહેસાણા જિલ્લામાં અવારનવાર દુષ્કર્મના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.જેમાં સતલાસણા પંથકમાં સ્કૂલે ગયેલી સગીરા રિસેસમાં પોતાના ઘરે જવા નીકળી એ દરમિયાન આરોપીએ તેણે બળજબરીથી ખેતરમાં પાઇ ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું. ઘટના પગલે સતલાસણા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધાઇ છે.
મહેસાણા જિલ્લામાં આવેલા સતલાસણા પંથકમાં શાળાએ ગયેલી 13 વર્ષીય સગીરા બપોરે રિસેષ પડતા પોતાના ઘરે આવતી હતી એ દરમિયાન આરોપીએ સગીરાને પકડી બાજુમાં આવેલા એરંડાના ખેતરમાં લઇ જઇ સગીરાના મરજી વિરુદ્ધ તેણી સાથે બળજબરી કરી શરીરે અડપલાં કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. ઘટના પગલે સગીરા ડરી જતા માતા પિતાએ હિંમત આપ્યા બાદ તેણે દુષ્કર્મ આચરનાર વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકમાં કલમ 376 (3),354 (એ),354 (બી),506 (2),થતા પોકસો એકટ કલમ 4 (2),8,12 થતા એટ્રોસીટી એકટ કલમ 3(1)(w)(1),3(2)(5),3(2)(5-A) મુજબ ગુનો ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.