તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:દવા, ખાતર, બિયારણના 23 માંથી 13 સેમ્પલ પાસ, 10નું રિઝલ્ટ બાકી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 21 દિવસ પહેલાં 87 એકમોમાં દરોડો પાડ્યા હતો

મહેસાણા જિલ્લામાં ગત જૂન મહિનામાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાનું ઉત્પાદન અને વેચાણ કરતી 87 પેઢીઓ પર કૃષિ વિભાગે દરોડો પાડી 23 સેમ્પલ લીધા હતા. 21 દિવસ બાદ 23 પૈકી 13 સેમ્પલનું પરિણામ આવ્યું હતું. જોકે, 13 સેમ્પલ પાસ થયા હતા, જ્યારે 10 સેમ્પલનું પરિણામ હજુ બાકી રહ્યું છે.જિલ્લામાં ગત 10 થી 12 જૂન દરમિયાન બિયારણ, ખાતર અને જંતુનાશક દવાનું ઉત્પાદન અને વેચાણ કરતી 87 પેઢીઓ પર કૃષિ વિભાગે દરોડો પાડ્યા હતા. જેમાં 6.50 લાખનો શંકાસ્પદ મુદામાલ સીઝ કરવાની સાથે 23 સેમ્પલ લેવાયા હતા.

આ અંગે નાયબ ખેતી નિયામક (વિ.) અધિકારી એ.આર. ગામીએ જણાવ્યું કે, લેબના રિપોર્ટમાં ખાતરના તમામ 4 સેમ્પલ પાસ થયા છે. જંતુનાશક દવાના 9 પૈકી 4 સેમ્પલનું પરિણામ આવ્યું છે, ચારેય સેમ્પલ પાસ થયા છે અને 5 સેમ્પલનું પરિણામ પેન્ડિંગ છે. બિયારણના 10 પૈકી 5 સેમ્પલનું પરિણામ aઆવ્યું છે, જે તમામ પાસ થયા છે. જ્યારે બાકી રહેલા 5 સેમ્પલ આનુવંશિક શુદ્ધતા ચકાસવા રખાયા છે. આ સેમ્પલની વાવણી કરી તેની ગુણવત્તા ચકાસવામાં આવશે, જેનું પરિણામ આવતાં હજુ ત્રણેક મહિનાનો સમય લાગી છે. 23 પૈકી 13 સેમ્પલ પાસ થતાં હાલમાં કોઇ કાર્યવાહી કરવાની થતી નથી.

અન્ય સમાચારો પણ છે...