મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર પંથકના સંઘપુર નજીક આવેલા ફાર્મ પર મહેસાણા પેરોલ ફ્લો ટીમે બાતમી આધારે જુગાર ધામ પર દરોડો પાડી જુગાર રમતા 13ને ઝડપી કુલ 5 લાખ 34 હજાર 100 નો મુદ્દામાલ ઝડપી લીધો છે.મહત્વનું છે કે જુગાર ધામ પર પત્તા ચીપવા માટે નેપાળી યુવતીઓ લાવવામાં આવી હતી.
વિજાપુરના જુના સંઘપુર ગામની સીમમાં રાઠોડ નરેન્ડ સિંહ ઉર્ફ પપ્પુ તેના ફાર્મ હાઉસમાં પટેલ દિનેશ ઉર્ફ મદન વાળો ભેગા મળી બહારથી જુગરિયા બોલાવી પોતાના ફાર્મ પર જુગાર રમાડતા હોવાની બાતમી મહેસાણા પેરોલ ફ્લો ટીમને મળતા ટીમે ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો.જ્યાં સ્થળ પર જુગાર રમતા 13 જુગારીને દબોચી લેવામાં આવ્યા હતા.રેડ દરમિયાન પોલીસે 71,500 રોકડા,12 મોબાઈલ કિંમત 1,05,000 થતા કોઈન નંગ 1450 , 9 ટેબલ 2 વાહનો મળી કુલ 5,34,100 નો મુદ્દામાલ ઝડપી લેવામ આવ્યો છે.
પત્તા ચીપવા નેપાળથી બે મહિલા ફાર્મ પર લવાઈ હતી
સમગ્ર રેડ દરમિયાન પોલીસ ને તપાસમાં સામે આવ્યું કે જુગાર ચલાવનર રાઠોડ નરેન્દ્ર સિંહ અને તેના સાગરીતો પત્તા ચીપવા સ્પેશિયલ નેપાળથી બે યુવતીઓને વિજાપુર લાવ્યા હતા જ્યાં પોલીસે રેડ દરમિયાન તેઓને પણ ઝડપી લેવામાં આવી હતી.
ઝડપાયેલા ઓરોપીઓના નામ
પટેલ દિનેશ કુમાર ઉર્ફ મદન,(રહે,સુંદરપુર, વિજાપુર)
શેખ નિશાર ભાઈ શરીફમિયા ( રહે,વિજાપુર)
સોની રોનક કિરીટભાઈ, વિજાપુર
પ્રજાપતિ જયંતીભાઈ ભીખાભાઇ,ખત્રી કુવા વિજાપુર
વણઝારા સેધાભાઈ રામસિંગ ભાઈ , સ્વસ્તિક રોડ વિજાપુર
મન્સૂરી તોફિક ભાઈ જમાલ ભાઈ, બંગલા વિસ્તારમાં વિજાપુર
પરમાર હિતેન્દ્ર કુમાર કન્તિલાલ,ઓબેડકર નગર વિજાપુર
પ્રજાપતિ અમૃતભાઈ રૂપાભાઈ,બનાસકાંઠા
પટેલ તુંષાર યશવંત ભાઈ,કૈલાશ કોલોની માણસા
સૈયદ સજ્જદ હુસેન ઈમામૂદિન ,બાંગ્લા વિસ્તારમાં ,વિજાપુર
ચૌહાણ ભરત સિંહ શંકર સિંહ,શિવાલીક ચોકડી, વિજાપુર
પત્રીબા રામ બહાદુર થાપા, હરિયાણા
સબીતા રામ બહાદુર થાપા,ન્યુ દિલ્હી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.