તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સતલાસણામાં 13 પશુઓને કતલખાને લઈ જવાતા બચાવાયા, ખેડૂતે જાણ કરતા ટ્રક ઝડપાઈ

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વાછરડા અને અને આઠ ગાયો નો બચાવ

સતલાસણા પાસે 13 પશુઓ ભરેલી કતલખાને લઈ જવાતી ટ્રક ઝડપી પાડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર દાંતાથી આઈસર ટ્રક ભરીને સતલાસણા નજીકથી પસાર થઈ હતી, જે એક ખેડૂતને શંકા જતા ખેડૂતે જીવદયા પ્રેમીઓની જાણ કરતાં તેઓ આ ટ્રક પકડી સતલાસણા પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.

સતલાસણા જીવ દયા પ્રેમી યુવાનોને સમગ્ર માહિતી મળતા આબાઘાટ હાઇવેથી ખેરાલુ તરફ જતી એક આઈસર ગાડીમાં 13 જેટલા પશુ ભરેલા હતા. જેમાં ગાડીમાંથી એક શખ્સ ઝડપાયો હતો અને તેની સાથે અન્ય એક યુવાન ફરાર થઈ ગયો હતો. યુવાનો આઇસર ગાડી સતલાસણા પોલીસ સ્ટેશન ખાતે લાવી જેમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આઇસર કતલખાને લઈ જવાની હતી, જેમાં ખીચોખીચ ગાયો ભરેલી હતી. પાંચ વાછરડાને ઘાસ ચરા અને પાણી વગર ભરવામાં આવ્યા હતા.

ગાડીને રોકતા અન્ય એક ઈસમ સાથે હતો, જે ફરાર થઈ ગયો હતો. જ્યારે આ આઇસરનો ચાલક ગોસ્વામી ગોવિંદપુરી જે રાજસ્થાનનો રહેવાસી છે, જેની અટકાયત કરવામાં આવી હતી. સતલાસણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...