તસ્કરી:કડીના ગણેશપુરા પાસે આવેલા પેટ્રોલપંપના કર્મીની આંખમાં મરચાંની ભૂકી નાંખી 1.28 લાખની લૂંટ ચલાવી

નંદાસણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસ્સાર પંપે બુધવારે પરોઢે 3 વાગ્યાની ઘટના
  • બાઇકમાં પેટ્રોલ ભરાવવા આવેલા 4 શખ્સો લૂંટ, તોડફોડ કરી ફરાર

કડી તાલુકાના ગણેશપુરા નજીક આવેલ એસ્સાર પેટ્રોલ પંપ પર બુધવારે વહેલી સવારે 3 વાગે બાઇક ઉપર આવેલા ચાર શખ્સોએ પેટ્રોલ પુરાવવાના બહાને કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાંખી ઓફિસમાંથી રૂ.1.28 લાખની રોકડ રકમની લૂંટ ચલાવી તેમજ તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા. નંદાસણ સહિત જિલ્લા પોલીસે પંપના સીસીટીવી તેમજ મોબાઇલ લોકેશન આધારે લુટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અમદાવાદ- મહેસાણા હાઈવે પર આવેલા કડી તાલુકાના ગણેશપુરા નજીક એસ્સાર પેટ્રોલ પંપ પર બુધવારે વહેલી સવારેત્રણ વાગ્યાના સમયે ચાર શખ્સો બાઈકમાં પેટ્રોલ પુરાવવા આવ્યા હતા. પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા આપતી વખતે ફરજ પરના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને ઓફિસમાંથી રૂ.1.28 લાખની રોકડ રકમ લૂંટી હતી. તેમજ ઓફિસમાં સીસીટીવી કેમેરા, ખુરશી, કોમ્પ્યુટર સહિતની તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે એફએસએલની મદદ લીધી હતી.