તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

28 ફેબ્રુઆરીએ મતદાન:મહેસાણા પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો પર 126 ઉમેદવારો મેદાનમાં

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં કુલ 153245 મતદારો
  • કોગ્રેસના 2 અને 5 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

મહેસાણા પાલિકાની ચૂ઼ંટણીમાં વોર્ડ નં.8માંથી કોંગ્રેસના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા, જ્યારે વોર્ડ નં.2માં ત્રણ અપક્ષ અને વોર્ડ નં.4 અને 10માંથી એક-એક અપક્ષ મળી કુલ સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. આથી કુલ 133માંથી 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેચતાં હવે 126 ઉમેદવારો માટે 28મીએ ચૂંટણી યોજાશે. જેમાં ભાજપના 44, કોંગ્રેસના 42, બહુજન સમાજ પાર્ટીના 4, આપના 13, અન્ય 8, અપક્ષ 15 ઉમેદવારો છે. ચૂંટણી ચિન્હ ફાળવાયા હતા.

વોર્ડ નંબર 8માં કુલ 10 ઉમેદવારોમાંથી કોંગ્રેસના બે ઉમેદવાર જયંતિલાલ અંબારામભાઇ પટેલ અને મુકેશભાઇ જીવનભાઇ રબારીએ ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જોકે વોર્ડ નં.8માંથી બે ફોર્મ પરત ખેંચાયા પછી પણ હરીફમાં ભાજપના ચાર, કોંગ્રેસના બે અને ભારતીય જન પરિષદના બે મળીને કુલ 8 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેતાં આ વોર્ડની ચારેય બેઠકની ચૂંટણી યોજાશે. જ્યારે વોર્ડ નં.2માં અપક્ષ ઉમેદવાર શારદાબેન ભરતકુમાર પરમાર, મહેશકુમાર ગંગારામભાઇ મકવાણા અને નટવરલાલ હેમાભાઇ પરમાર તેમજ વોર્ડ નં.10માંથી અપક્ષ ઉમેદવાર વિનોદકુમાર ગોવિંદભાઇ ચોહાણે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો