હુકમ:122 શિક્ષણ સહાયકોને પૂરા પગારનો હુકમ કરાયો

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષ પૂર્ણ થતાં તેમને પૂરા પગારના હુકમો અર્પણ

મહેસાણા જિલ્લાની બિન અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક વિભાગના 109 અને માધ્યમિક વિભાગના 13 મળી 122 શિક્ષકોને પૂરા પગારના હુકમો કરાયા છે. વર્ષ 2016માં નિમણૂંક પામેલા આ શિક્ષણ સહાયકોને 5 વર્ષ પૂર્ણ થતાં શુક્રવારે તેમને પૂરા પગારના હુકમો અર્પણ કરાયા હતા.

મહેસાણા જિલ્લાની ગ્રાન્ટ ઈન એઇડ શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે 5 વર્ષ ફિક્સ પગારનો સમય પૂર્ણ થતાં તેમને પૂરા પગારના હુકમો અર્પણ કરવાનો કાર્યક્રમ અહીંની અર્બન વિદ્યાલયમાં યોજાયો હતો. જેમાં શિક્ષણાધિકારી ડો.એ.કે. મોઢ, પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ગૌરાંગ વ્યાસ, શ્રેયાન અધિકારી જયશ્રીબેન પટેલ, વિપુલભાઈ પટેલ, સંઘના પ્રમુખ રામાજી ઠાકોર અને કેશુભાઈ ચૌધરી સહિત હોદ્દેદારોની ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...