વિવિધ કામગીરી અને તૈયારી અંગે બેઠક યોજાઈ:ગાંધીનગર ખાતે યોજાનારી જી-20ની બીજી એનર્જી વર્કિગ ગ્રુપ મિટિંગના 120 પ્રતિનિધિઓ મોઢેરાની મુલાકાત લેશે

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ખાતે 2 એપ્રિલથી 4 એપ્રિલ દરમિયાન જી-20ની બીજી એનર્જી વર્કીંગ ગ્રુપની બેઠક યોજાનાર છે. જે અંતર્ગત આ બેઠકમાં ઉપસ્થિત રહેનારના 120 જેટલા પ્રતિનિધિઓ આગામી 3 અથવા 4 એપ્રિલે સુજાણપુરા તેમજ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેનાર છે.

મહેસાણા મોઢેરા સૂર્યમંદિર તેમજ સુજાણપુરા પ્લાન્ટની મુલાકાત અંગેનું આયોજન જી.પી.સી.એલ, ટી.સી.જી.એલ, ઇન્ડેક-બી દ્વારા સંયુક્ત રીતે કરાયું છે. આ આયોજન સંદર્ભે પુર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એમ. નાગરાજનના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી

આગામી 3 અથવા 4 એપ્રિલે બીજી એનર્જી વર્કીંગ ગ્રુપની બેઠકની 120 પ્રતિનિધિઓ સાંજે સુજાણપુરની મુલાકાત લેશે. જેમાં ડોમ તેમજ બેટરી યુનિટ સહિત ફોટો સેશન કરશે. ત્યારબાદ આ ગ્રપ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેશે અને સૂર્યમંદિરની કલાગીરીને નિહાળી સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આનંદ માણશે. જે અંતર્ગત ગ્રુપની મુલાકાત સંદર્ભે વિવિધ કામગીરી તેમજ તૈયારી અંગેની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નિવાસી અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા, પ્રાન્ત અધિકારી, જી.પી.સી.એલના પ્રતિનિધિ, ઇન્ડેક્ષ બીના પ્રતિનિધિ સહિત જિલ્લાના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...