મહેસાણા ઈન્ડિયન સાયકલ ક્લબ દ્વારા આયોજિત ખૂબ જ મુશ્કેલ ગણાતી સાયકલ રેસ ONGC ગુરુશિખર ચેલેન્જમાં 50 સાયક્લીસ્ટે 12 કલાકમાં 170 કિલોમીટરનું અંતર કાપવાની ચેલેન્જ સ્વીકારી હતી. 20 વર્ષથી લઈને 65 વર્ષ સુધીના સ્પર્ધકોમાં મહિલા સ્પર્ધકો પણ હતાં. જે પૈકી 12 સાયક્લીસ્ટ વિજેતાને કુલ રૂ.2.35 લાખનાં રોકડ ઇનામ, મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયાં હતાં. ઇન્ડિયન સાયકલ ક્લબના પ્રમુખ ડૉ. મુકેશભાઈએ જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષથી જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે ગુરૂશિખર ચેલેન્જનું આયોજન કરાય છે.
આ વખતે ગુરૂશિખર ચેલેન્જ પૂરી કરનાર 18 થી 39 વર્ષ સુધીના પુરુષ વર્ગમાં અનુક્રમે યોગેશ આહીર, દર્શન મિસ્ત્રી અને યોગેશ કટારીયા વિજેતા થયા હતા. જ્યારે 40 થી 59 વર્ષ પુરુષ વર્ગમાં અનુક્રમે જશપાલભાઈ ચૌધરી, પરેશભાઈ શાહ અને મુકેશભાઈ પટેલ, 60 વર્ષથી ઉપર પુરુષ વર્ગમાં અનુક્રમે ડૉ. મુકેશભાઈ ચૌધરી, પિયુષભાઈ શાહ અને યુસુફભાઈ વિજેતા થયા હતા. જ્યારે મહિલા વર્ગમાં 40 વર્ષથી ઉપરના વર્ગમાં અનુક્રમે ડૉ. હેતલબેન તમાકુવાલા, જાગૃતિબેન રાઠોર અને ડો. ઉષાબેન ચૌધરી વિજેતા બન્યા હતા. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2024માં 7મી જાન્યુઆરીએ ગુરૂશિખર ચેલેન્જની સ્પર્ધા યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.