કાર્યવાહી:કડીના અગોલમાં બોરની બહાર જુગાર રમતાં 12 જુગારી પકડાયા

મહેસાણા2 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાગતાં શખ્સોને કોર્ડન કરીને દબોચી લીધાં
 • બાવલુ પોલીસે​​​​​​​ન રૂ.14,400નો મુદ્દામાલ જપ્ત કર્યો

બાવલુ પોલીસે કડી તાલુકાના અગોલ ગામની સીમમાં ખેતરમાં ઓરડીની બહાર લાઇટના અજવાળે જુગાર રમી રહેલા 12 જુગારીઓને રૂ.14,400ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

પેટ્રોલિંગમાં નીકળેલી બાવલુ પોલીસને બાતમી મળી હતી કે કડી તાલુકાના અગોલ ગામે રહેતો જાદવ મહમદ હુસેનભાઇ પોતાના ખેતરમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે. પોલીસે રેડ કરતાં ભાગવા જતાં અગોલ ગામના 12 જુગારીઓને કોર્ડન કરી પકડ્યા હતા. પોલીસે રૂ.14,400નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા જુગારી

 • મહમદ હુસેનભાઇ જાદવ
 • અસલામ મહંમદભાઈ જાદવ
 • હબીબભાઈ મસ્તીભાઈ જાદવ
 • અરબાઝ ઉમરભાઈ જાદવ
 • અમરત મહંમદભાઈ જાદવ
 • સાહિલ હિંમતભાઈ જાદવ
 • અહેમદ દાદુભાઇ જાદવ
 • લાલા બાબુભાઈ કડીવાર
 • નજીર અકબરભાઈ સિપાઈ
 • સલીમ રહીમભાઈ સિપાઈ
 • 11. અયુબ હુસેનભાઇ ખોખર
 • 12. ઇલિયાસ હમજીભાઈ ખોખર
અન્ય સમાચારો પણ છે...