બેંકોની હડતાલ:મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીકૃત બેંકોની 118 શાખાઓ બંધ : ક્લિયરન્સ ઠપ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોને બેંકનો ફેરો, કર્મચારીઓ ખાનગીકરણના વિરોધમાં આજે પણ કપાત પગારે હડતાલ પર

રાષ્ટ્રીયકૃત બેંકોને અસરકર્તા ખાનગીકરણનું બીલ સરકારના શિયાળુ સંસદ સત્રની કેબીનેટમાં આવી શકે છે.જેના વિરોધમાં તમામ રાષ્ટ્રીય કૃત બેંકોના કર્મચારીઓએ ગુરુવારે અને શુક્રવારે કપાત પગારે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે.મહેસાણા શહેર સહિત જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકોની તમામ 118 શાખાઓમાં ગુરુવારે કામકાજ બંધ રહેતાં સવારે બેંકમાં આવતા ગ્રાહકો બંધ બોર્ડ દેખીને પરત ફર્યા હતા.

એક દિવસમાં બે હજાર કરોડથી વધુનું ક્લીયરન્સ ઠપ્પ રહ્યુ હતું.હજુ શુક્રવારે પણ આ બેકર્સની હડતાલમાં શાખાઓ બંધ રહેશે.યુનિયનના હોદ્દેદારોએ કહ્યુ કે, સરકાર ખાનગીકરણ અંગેનો ઠરાવ પસાર કરશે તો આગામી સમયમાં પરામર્શ કરીને અચોક્કસ મુદ્દતની હડતાલ આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...