ફરિયાદ:કડીના ચંદ્રાસણમાં મકાનમાંથી 1.14 લાખના દાગીનાની ચોરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાણભેદુ હોવાની શંકાના આધારે તપાસ કરી પણ ભાળ ન મળતાં 15 દિવસે ફરિયાદ

કડી તાલુકાના ચંદ્રાસણા ગામે બંધ મકાનમાં ઘૂસી રૂ.1.14 લાખના દાગીનાની થયેલી ચોરી અંગે 15 દિવસ બાદ બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ચંદ્રાસણ ગામના ઇશ્વરજી ભગાજી ઠાકોરનું ઘર ખોલી અંદર ઘૂસેલા તસ્કરોએ તિજોરીમાંથી માલસામાન વિખેર કરી નાખ્યો હતો. જેમાં એક કિલો વજનના ત્રણ જોડ ચાંદીના રમઝા રૂ.60 હજાર, 750 ગ્રામના બે જોડ ચાંદીના કાંબિયા રૂ.28 હજાર, 100 ગ્રામ ચાંદીની પાયલ રૂ.6 હજાર, 150 ગ્રામની ત્રણ લકી રૂ. 9 હજાર, એક ગ્રામ સોનાની ચુની રૂ.5 હજાર, 100 ગ્રામ ચાંદીનું મંગળસુત્ર રૂ. 6હજાર મળી કુલ રૂ.1,14,000ના દાગીના ચોરી ગયા હતા.

જે-તે વખતે મકાન માલિકને આ ચોરીમાં જાણભેદુ હોવાનું લાગતાં તેમની રીતે તપાસ આદરી હતી. પરંતુ કોઇ ભાળ નહીં મળતાં 15 દિવસ બાદ શનિવારે મકાન માલિક ઇશ્વરજી ઠાકોરે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...