આંદોલન:ઉત્તર ગુજરાતના જીઇબી-જેટકોના 11000 કર્મીઓનું મોંઘવારી સહિતના પ્રશ્ને 25મીથી આંદોલન

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યુત કામદાર સંઘ, જીઇબી એન્જિ.એસો.ની સંયુક્ત સંકલન સમિતિની ચીમકી
  • 1લી સપ્ટેમ્બરથી વીજ કંપનીઓનો તમામ સ્ટાફ માસ સીએલ પર ઉતરી જશે

જીયુવીએનએલ અને તેને સંલગ્ન યુજીવીસીએલ સહિતની વીજ કંપનીઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓ અને અધિકારીઓના લાંબા સમયથી મોંઘવારી ભથ્થાં, એલાઉન્સ ફોર્મેટ સુધારા સહિતના પડતર મુદ્દાઓની વારંવાર રજૂઆત છતાં નિરાકરણ નહીં આવતાં ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા 25 ઓગસ્ટથી એક અઠવાડિયું વર્ક ટુ રૂલ અને 1લી સપ્ટેમ્બરથી તમામ કંપનીઓનો સ્ટાફ માસ સીએલ પર ઉતરી જશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જે અંગે ઊર્જા અને નાણાંમંત્રીને જાણ પણ કરી દેવાઇ છે.

ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં અંદાજે 7 હજાર અને જેટકોના 4 હજાર કર્મચારી અને અધિકારીઓ સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ આંદોલનમાં જોડાશે. રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો છતાં નાણાં વિભાગ અલગ અલગ વિષયોમાં સત્ય હકીકતો જાણ્યા સિવાય હસ્તક્ષેપ કરી અન્યાય કરાઇ રહ્યો હોઇ તેને યોગ્ય ગણી શકાય નહીં. વારંવાર વીજ કર્મીઓ, અધિકારીઓના થયેલા કરારો, સમાધાનનું સરકારના નાણાં વિભાગ દ્વારા ઉલ્લંઘન કરી યાતના આપી રહ્યા છે. કોરોનાકાળમાં રાજ્યમાં આશરે 300 વીજકર્મીઓ મોતને ભેટતાં તેમના કુટુંબ નિરાધાર થવા છતાં સરકારના નાણાં વિભાગ દ્વારા વેતનપંચના કરેલા કરારોની અને વિદ્યુત સહાયકની ભરતી માટે થયેલા સમાધાન કરાર ભંગ કરતાં હાલ વીજ કર્મીઓમાં રોષ, અસંતોષ ફેલાયેલો હોઇ આંદોલનનો રાહ અપનાવો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...