ચોરી:મહેસાણાના ટીબી રોડે સુરજબા ડુપ્લેક્ષમાં 11 તોલા સોનું ચોરાયું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર માલિક ભજનમાં ગયા અને તસ્કરો કળા કરી ગયા

મહેસાણા શહેરના ટીબી રોડ ઉપર સુરજબા ડુપ્લેક્ષમાં ગુરૂવારે મોડી રાત્રે ઘરમાં પ્રવેશ કરી, બે તિજોરીના તાળા તોડી 11.7 તોલા સોનાના દાગીના અને રૂપિયા 30 હજારની રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. તાલુકા પોલીસે મોડી સાંજ સુધી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

સુરજબા ડુપ્લેક્ષના 52-બી નંબરના મકાનમાં અમૃતભાઈ જીવરામભાઈ પ્રજાપતિ પોતાના પરિવાર સાથે રહે છે. ગુરૂવારે રાત્રે તેઓના સાળાના ત્યાં ઉદયનગરમાં રામદેવપીરનો પાઠ હોવાથી ભોયતળીયેના રૂમમાં તાળું મારીને તેઓ તેમની પત્ની સાથે ગયા હતા. જ્યારે તેમના દિકરા અનિલભાઈ ઉપરના માળે ઊંઘી ગયા હતા. ત્યારે મોડી રાત્રે અજાણ્યા ચોર શખ્સો ભોયતળીયાના રૂમમાં બે તિજોરીના લોક તોડી અંદર રહેલા 11.7 તોલા સોનાના દાગીના અને રૂપિયા 30 હજારની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું મિતેષભાઈ પ્રજાપતિએ જણાવ્યુ હતુ.

આ અંગે પોલીસને જાણ કરાતા બી ડીવીઝન પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. પીએસઆઈ બી.કે.ભુનાતરને પૂછતાં ફરિયાદી ચોરીના મુદ્દામાલ અંગે જણાવે પછી ફરિયાદ નોંધાશે તેથી ફરિયાદની તજવીજ ચાલુ હોવાથી વધુ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...