મહેસાણા જિલ્લાના વિજાપુર નજીક આવેલા પ્રાકૃતિક વિસ્તાર ઋષિવનમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં પદ્મભૂષણ સન્માન મેળવનાર સચિદાનંદજી સ્વામીનો સત્કાર સમારોહ અને 11 હજાર ગ્રીન કમાન્ડો સાથે મુખ્યમંત્રીના હસ્તે 11 હજાર વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રક્તદાન શિબિર અને ગંગાસ્વરૂપ બહેનોને ધાબળાનું વિતરણ કરી સન્માન કર્યું હતું. આ વેળાએ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યાં હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી સરકારની સાથે નાગરિકોને વૃક્ષા રોપણ કરી વૃક્ષોના જતન માટે આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય સ્તરે પ્રકૃતિના જતન માટે કામ કરતી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ નામની સંસ્થાને તેમના ઉમદા કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મુખ્ય મંત્રીએ સરકારની વિવિધ યોજનાઓ અને પ્રોજેકટ વિશે વાત કરતા પ્રકૃતિનું જતન અને વીજળીની બચત સહિતની બાબતે પણ સંબોધન કરી સરકારની કામગીરીમાં પ્રકૃતિના જતન માટે પહેલા કરતા હાલના સમયે ઘણો બદલાવ આવ્યો છે જે બાબતને રજૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.