કાર્યવાહી:મહેસાણા હાઇવે પર પંચરત્ન કોમ્પલેક્ષની 11 દુકાનો રૂ 3 લાખ વેરો નહીં ભરતાં સીલ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાઉન્ડ ફ્લોરની 6 અને ફર્સ્ટ ફ્લોરની 5 દુકાનોનો 6 વર્ષથી મિલકત વેરો બાકી

મહેસાણા નગરપાલિકાએ બીજા દિવસે શુક્રવારે હાઇવે સ્થિત શિલ્પા ગેરેજ ચોકડી નજીક આવેલા પંચરત્ન ડાયમંડ કોમ્પલેક્ષમાં કુલ રૂ.3.06 લાખના બાકી વેરામાં 11 દુકાનો સીલ કરી દેવાઇ હતી. કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં 6 અને ફર્સ્ટ ફ્લોરમાં 5 દુકાનોનો છેલ્લા 6 વર્ષથી મિલકત વેરો બાકી છે. પાલિકાની ટીમ બાકી વેરા વસુલાત માટે પહોંચી ત્યારે આ 11 દુકાનોના કબજેદાર કે માલિક હાજર મળ્યા ન હતા. બાકી વેરાવાળી દુકાનો પૈકી કેટલીક દુકાનોમાં મંડપનો સામાન ભરવા ગોડાઉન તરીકે ઉપયોગ થાય છે.

જોકે, પાલિકાએ આ 11 દુકાનો પાલિકાની માન્ય પાવતી, પ્રોસેસ ફી ભર્યા સિવાય તેમજ અધિકૃત અધિકારીની મંજૂરી સિવાય કોઇપણ વ્યક્તિએ સીલ ખોલવું નહીં કે ખોલાવવું નહીં તે અંગેની નોટિસ લગાવી હતી. પરવાનગી વગર દુકાન ખોલશે તો ફોજદારી કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...