તપાસ:GST તપાસમાં ઉ.ગુ.માં વધુ 11 પેઢી બોગસ નીકળી

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 પેઢીથી રૂ. 150.75 કરોડના બિલો ઇસ્યૂ કરી રૂ. 7.54 કરોડની વેરા શાખા સરકાવી

રાજ્યવેરા સંયુક્ત વેરા કમિશ્નર મહેસાણા વિભાગ દ્વારા મહેસાણા, બનાસકાઠા અને પાટણ જિલ્લામાં 45 પેઢીઓની કરાયેલ પ્રાથમિક તપાસ પૈકી 6 બોગસ પેઢીઓ બાદ વધુ 11 પેઢીઓ બોગસ હોવાનું બહાર આવ્યુ છે. આ 11 પેઢીઓ પૈકી 10 પેઢીઓથી રૂ. 150.75 કરોડના બિલો ઇસ્યૂ કરીને ભેજાબાજ શખ્સોએ રૂ. 7.54 કરોડની વેરાશાખ પાસઓન કરી છે. એટલે કે સરકાવી લીધી છે. અન્યોના ડોક્યુમેન્ટનો દુરૂપયોગી કરીને બોગસ પેઢી ઉભી કરનાર શખ્સોની શોધખોળમાં જીએસટી તંત્ર કામે લાગ્યુ છે.

ગુજરાત સ્ટેટ જીએસટી મહેસાણા વિભાગની ટીમ દ્વારા જીએસટીમાં બોગસ બિલીગ થકી આર્થિક ગુનાઓ આચરતા ગુનેગારોને શોધી કાર્યવાહી કરવા તપાસ સઘન કરાઈ છે. જેમાં જીએસટીના વ્યવહારો ચકાસીને શંકાસ્પદ પેઢીઓએ સ્થળ પર ચકાસણી કરાઇ છે.

બોગસ પેઢીઓની મદદથી છેતરપીંડી આચરી
આ કાર્યવાહીમાં 6 પેઢીઓ બોગસ મળ્યા પછી વધુ 11 પેઢીઓ બોગસ હોવાનું બહાર આવ્યું છે. આ પૈકી 10 પેઢીઓની ચકાસણી દરમ્યાન શખ્સો મળી આવેલ ન હોવાથી તેમની શોધખોળની કાર્યવાહી ચાલુ છે. આ બોગસ પેઢીઓ મારફતે રૂ. 150.75 કરોડના બિલો ઇસ્યૂ કરી રૂ. 7.54 કરોડની વેરાશાખ પાસ ઓન કરાઇ હોઇ તપાસ કાર્યવાહી આગળ વધારી છે. જેમાં બોગસ પેઢીઓની મદદથી છેતરપીંડી આચરી ખોટી વેરાશાખ મેળવનાર રીયલ ટેક્ષપેયર એટલે કે બેનીફીશયરી સુધી જીએસટી સીસ્ટમથી પહોચી શકાય છે.

11 પેઢીઓ બોગસ હોવાનું બહાર આવ્યું
​​​​​​​વિભાગ દ્વારા આવી પેઢીઓ થકી ખોટી વેરાશાખ ભોગવનાર પાસેથી વેરાની વસુલાત તથા આવી પેઢીઓ ઉભી કરનાર શખ્સો સામે ઘરપકડ સહીતની કાર્યવાહી કરવામાં આવશે તેમ જીએસટીના સૂત્રોએ જણાવ્યંુ હતું.

અન્ય સમાચારો પણ છે...