કામગીરી:પિલુદરા પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત 11 સદસ્યોને પુન: સ્થાપિત કરાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાડા ત્રણ મહિના પહેલાં હોદ્દા પરથી તત્કાલીન ડીડીઓએ દૂર કર્યા હતા
  • અધિક વિકાસ કમિશ્નરમાં અપીલ કરાતાં પુન: સ્થાપિત કરવા આદેશ કર્યો

મહેસાણા તાલુકાના પિલુદરા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત કુલ 11 સભ્યોને સાડા ત્રણ પહેલાં તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદ્દા પરથી દૂર કરવામાં અાવ્યા હતા. જો કે, સરપંચ સહિતના 11 સભ્યો અધિક વિકાસ કમિશ્નર સમક્ષ અપિલમાં જતાં અાખરે તમામને પુન: સ્થાપિત કરવા જિલ્લા વિકાસ અધિકારીઅે અાદેશ કર્યો છે. મહેસાણા તાલુકાના પિલુદરા ગ્રામ પંચાયતના સરપંચ જડીબેન પટેલ, ઉપસરપંચ ભરતકુમાર પટેલ સહિત કુલ 11 સભ્યોને ગત તા.1 જૂન, 2021 ના રોજ તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીઅે હોદ્દા પરથી દૂર કરવાનો અાદેશ કર્યો હતો.

જેને લઇ હોદ્દા પરથી દૂર કરાયેલા સરપંચ સહિતના સભ્યો ગુજરાત રાજ્ય અધિક વિકાસ કમિશ્નર સમક્ષ અપીલમાં ગયા હતા. જ્યાં અધિક વિકાસ કમિશ્નરઅે હોદ્દા પરથી દૂર કરવાના અગાઉનો અાદેશ રદ્દ કરવાનો અાદેશ કર્યો હતો. જેને લઇ બુધવારે જિલ્લા વિકાસ અધિકારી ડો.અોમ પ્રકાશઅે સરપંચ, ઉપસરપંચ અને સભ્યોને ફરી હોદ્દા પર પુન:સ્થાપિત કરવાનો અાદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારીના આદેશને અધિક વિકાસ કમિશનરમાં પડકારાતાં પુન: સ્થાપિત કરવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...