• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 11 Members File No confidence Motion Against Lynch Panchayat Sarpanch, Talati Reports To Ta Panchayat, Meeting To Be Held In 15 Days

ગ્રામપંચાયત:લીંચ પંચાયતના સરપંચ વિરુદ્ધ11 સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત કરી, તલાટીએ તા.પંચાયતને રીપોર્ટ કર્યો,15 દિવસમાં સભા યોજવાની થશે

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકાના લીંચ ગ્રામપંચાયતમાં પ્રમુખ સહિત કુલ 15 સભ્યો પૈકી  ઉપસરપંચ બળદેવભાઇ પરમાર સહિત 11 સભ્યોએ સરપંચની કામગીરી ઉપર અવિશ્વાસની દરખાસ્ત તલાટી કમ મંત્રીને રજુ કરાઇ છે.જેનો રીપોર્ટ ટીડીઓને કરાયો છે.સદસ્યોએ આક્ષેપાત્મક રજૂઆતમાં જણાવ્યુ હતું કે, સરપંચના પતિ વિક્રમભાઇ પટેલ સદસ્યોને જાણ કર્યા વગર સ્ટ્રીટલાઇટ માલ સામાન   લાવે  છે,

બીલો પણ તેઓ બનાવડાવે છે.પાણીની પાઇપલાઇનને લગતુ મટીરીયલ્સ તેઓના પતિ પાસે મંગાવે છે.પંચાયતના ત્રણેય બોરની મોટર બળી જાય,કેલબ પંચર કે મોટર પંપ બંધાવવા માટે કે રોટર ઉમેરવાનું હોઇ કે લાવવા લઇ જવામાં કોઇને પુછવામાં આવતુ નથી.ગટર પાણીના વાંટા કર્યાના નાણા ચુકવ્યાની મીટીગમાં ચર્ચા કરવામાં આવતી નથી.સફાઇ કામદારો પાસે સફાઇ કરાવી નાણા ચેક લેવડદેવડ સરપંચના પતિ જ કરે છે.સરપંચની રોલીગ ચેરનો ઉપયોગ સરપંચ ગયા પછી તેમની ગેરહાજરીમાં તેમના પતિ વિક્રમભાઇ કરે છે.જેવા આક્ષેપો સરપંચ વિરુદ્ધ સુર  ઊઠ્યા છે.સરપંચ વિરુદ્ધ  અવિશ્વાસની દરખાસ્ત પંચાયત સભામાં પસાર કરવામાં 10 સભ્યોની બહુમતી પુરવાર કરવાની થાય. આ દરમ્યાન સરપંચ 15માંથી 6 સભ્યોને વિશ્વાસમાં મેળવી લે તો સરપંચ પદ ટકી રહેશે. તાલુકા પંચાયતના સુત્રોએ કહ્યુ કે, અવિશ્વાસની દરખાસ્ત પછી 15 દિવસમાં સરપંચે સભ્યોની બેઠક બોલાવાની થાય.ત્યારપછી ટીડીઓ રાહે પ્રક્રિયા કરાય.

અન્ય સમાચારો પણ છે...