કાર્યવાહી:જિલ્લામાં એક જ દિવસમાં 1.09 લાખનો દારૂ ઝડપાયો, દરેક પોલીસ સ્ટેશન દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરાઈ

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ગુરૂવારે દેશી અને વિદેશી દારૂ ઝડપવા માટે કરેલી સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન રૂ. 1 લાખની કિંમતનો દેશી-વિદેશી દારૂ ઝડપાયો હતો. એસપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન અને એલસીબીને સ્પેશિયલ ડ્રાઈવ કરવા સૂચના આપી હતી. ગુરૂવારે કરેલી સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન બુટલેગરો સામે 52 કેસ કરીને રૂપિયા 4660ની કિંમતનો 233 લીટર દેશી દારૂ, રૂપિયા 3800ની કિંમતનો 1900 લીટર દારૂ ગાળવાનો વોશ અને 1,00,800ની 240 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી હતી. 3.05 લાખના વાહનો કબજે લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...