• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 108 Got Stuck Around Ghughala Village In Kadi Taluk Of Mehsana Due To Rain Water, Employees Went To The Village On Foot And Delivered The Woman.

સરાહનીય કામગીરી:મહેસાણાના કડી તાલુકાના ઘુઘલા ગામ આસપાસ વરસાદી પાણી ભરાતા 108 અટકી ગઈ, કર્મચારીઓ પગપાળા ગામમાં જઈ મહિલાની ડિલિવરી કરાવી

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાની નોર્મલ ડિલિવરી થતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો

મહેસાણા જિલ્લામાં બે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો એ દરમિયાન આવા માહોલમાં પણ 108 એમ્બ્યુલન્સ ખડે પગે રહી સરાહનીય કામગીરી કરી બતાવી છે. કડી તાલુકાના એક ગામમાં પાણી ભરાઈ રહેતા એમ્બ્યુલન્સ દર્દીના ઘરે લઇ જવી મુશ્કેલ બની ત્યારે 108 કર્મીઓ ચાલીને દર્દીના ઘરે જઈ નોર્મલ ડિલિવરી કરાવી હતી.

ઘૂઘલા ગામની પ્રસૂતાને દુખાવો ઉપડતા 30 મિનિટમાં 108 દોડી આવી
મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકામાં ઘુઘલા ગામમાં રહેતી ઠાકોર શિલ્પાબેન અજમાજીને પ્રસૂતાનો દુખાવો ઉપડતા તેમને આશા વર્કરને જાણ કરી હતી. એ દરમિયાન આશા વર્કર રાજીબેને 108માં આ મામલે જાણ કરી હતી. જેથી કડીની 108ની ટીમ રાત્રે 9.52 કલાકે ઘૂઘલા ગામ દોડી આવી હતી.

ધોધમાર વરસાદમાં 108 ટીમ ચાલીને દર્દીના ઘરે પહોંચી
ઘૂઘલા ગામની પ્રસુતાની અસહ્ય દુખાવો ઉપડવાની જાણ થતાં કડી 108 ટીમ ચાલુ વરસાદમાં 30 મિનિટમાં ગામમાં આવી પહોંચી હતી. જોકે ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ જતા દર્દીના ઘરે એમ્બ્યુલન્સ લઇ જવી શક્ય નહોતી. જેથી 108ના એ.એમ.ટી હિતેન્દ્ર અને પાયલોટ હર્ષદભાઈ એ પોતાના હાથમાં ડિલિવરી કીટ અને સ્પાઈન બોર્ડ લઇ પાણીમાં ચાલીને દર્દીના ઘરે પહોંચ્યા હતા.

મહિલા દર્દીને તપાસ કરતા તેણે અસહ્ય દુખાવો હોવાથી મહિલાને ઘરેજ ડિલિવરી કરાવી હતી. બાદમાં વધુ સારવાર માટે મહિલા અને તેના બાળકને સ્પાઇન બોર્ડમાં ઊંચકી એમ્બ્યુલન્સ સુધી લઇ આવ્યા હતા બાદમાં કલ્યાણપુરા સરકારી દવાખાને માતા અને બાળકને ખસેડવામાં આવ્યા હતા.આમ મહેસાણા જિલ્લાના કડી તાલુકાની 108 ટીમે ચાલુ વરસાદમાં પણ એક સરાહનીય કામગીરી કરી બતાવી હતી ત્યારે દર્દીના પરિવારના સભ્યોએ પણ 108 ટીમનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...