ટ્રાફિકને પહોંચી વળવા તૈયારી:દિવાળીના તહેવાર દરમિયાન મહેસાણા એસટી વિભાગ દ્વારા 103 એકસ્ટ્રા બસો દોડાવાશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 12 ડેપો પરથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામા આવશે

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તહેવારોની ઉજવણી માટે લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરશે. મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા માટે મહેસાણા એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવાની જાહેરાત કરવામા આવી છે. જિલ્લાના 12 ડેપો પરથી તહેવારો દરમિયાન 103 એકસ્ટ્રા બસો દોડાવાશે. તહેવારોના ટ્રાફિકના કારણે એસટી વિભાગની આવકમાં વધારો થવાનો અંદાજ છે.

મહેસાણા એસટી વિભાગ હેઠલ આવતા મહેસાણા, પાટણ, હારીજ, બેચરાજી, ચાણસ્મા, વિસનગર, વડનગર, વિજાપુર, ખેરાલું, ઊંઝા, કડી, કલોલ ડેપો પર દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોને તકલીફ ના પડે તે માટે 103 એકસ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં બેચરાજી માં 7, ચાણસ્મા 6,હારીજ 7, કડી 9, કલોલ 9 ,ખેરાલુ 9,મહેસાણા 12,પાટણ 9,ઊંઝા 9 ,વડનગર 9, વિજાપુર 7,વિસનગર 11 આમ કુલ 103 બસો વધારાની દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

એકસ્ટ્રા બસોના સંચાલનના કારણે મુસાફરોને તહેવાર દરમિયાન સુવિધા મળી રહેશે, તો એસટી વિભાગને પણ આવકમાં વધારો થવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે...