તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી/બેદરકારી:મહેસાણા શહેરમાં કોરોના વેક્સિન સેન્ટર પર 100 થી 150નું ટોળું પહોંચ્યું, વેક્સિન ના મળતા લોકો નારાજ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેન્ટર પર ભીડ એકત્રિત થવાથી લોકો કોરોનાને આમંત્રણ આપતા જોવા મળ્યા

લાખવડી ભાગોળ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે એક બાજુ વેક્સિનેશન અને બીજી બાજુ કોવિડ ટેસ્ટની કામગીરી ચાલી રહી છે. જેમાં વેક્સિન ના બુકિંગ કર્યા બાદ લોકો અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન લેવા પહોંચ્યા ત્યારે વેક્સિન ના મળતા લોકો નારાજ થયા હતા. જોકે સેન્ટર ખાતે આમ લોકોની મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થવાથી લોકો કોરોનાને આમંત્રણ આપતા જોવા મળ્યા હતા.

વેક્સિનનો જથ્થો ખલાસ થઈ જવાના કારણે લોકોમાં નારાજગી

મહેસાણા જિલ્લામાં હાલમાં કોરોના મહામારીના સામે કવચ સમાન વેક્સિન લેવા માટે ક્યાંકને ક્યાંક લોકોનો મોટી સંખ્યામાં ઘસારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અનેક જગ્યાઓ પર વેક્સિનેસનની કામગીરી હાલમાં ચાલી રહી છે. જેમાં હાલમાં 18 વર્ષથી ઉપરના અને 45થી વધુ ઉંમરવાળાને વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં કેટલાક સેન્ટરો પર વેક્સિનનો જથ્થો ખલાસ થઈ જવાના કારણે લોકોમાં નારાજગી જોવા મળી છે.

લોકો અન્ય સેન્ટરો પર વેક્સિન લેવા દોડ્યા

મહેસાણા શહેરમાં આવેલ લાખવડી ભાગોળના અર્બન હેલ્થ સેન્ટર પર વહેલી સવારથી લોકો વેક્સિન લેવા માટે લાઈનમાં ઉભા હતા. અર્બન હેલ્થ સેન્ટરમાં એક બાજુ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. તો બીજુ બાજુ કોરોનાના ટેસ્ટની કામગીરી ચાલી રહી છે. એવામાં વેક્સિન લેવા આવનારા લોકોની સંખ્યા વધુ જોવા મળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા અર્બન હેલ્થ સેન્ટર પર પહોંચ્યા હતા. જ્યાં 100થી 150 જેટલા લોકોને વેક્સિન ના મળતા વીલા મોએ પાછું ફરવું પડ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો અન્ય સેન્ટરો પર વેક્સિન લેવા ફરતા જોવા મળ્યા હતા. પરંતુ અન્ય જગ્યાઓ પર પણ વેક્સિનનો જથ્થો ના હોવાથી લોકો નારાજ થયા હતા.

અર્બન હેલ્થ સેન્ટરમાં જ કોરોનાને આમંત્રણ

લાખવડી ભાગોળ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે એક બાજુ વેક્સિનેશન અને બીજી બાજુ કોવિડ ટેસ્ટની કામગીરી ચાલી રહી છે. જેમાં વેક્સિન ના બુકિંગ કર્યા બાદ લોકો અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન લેવા પહોંચ્યા ત્યારે વેક્સિન ના મળતા લોકો નારાજ થયા હતા. જોકે સેન્ટર ખાતે આમ લોકોની મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થવાથી લોકો કોરોનાને આમંત્રણ આપતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...