મહેસાણા જિલ્લાના 100 થી વધુ કોન્ટ્રાક્ટરો આગામી 20 માર્ચથી હડતાળ પર ઉતરશે તેવો નિર્ણય કોન્ટ્રાક્ટર યુનિયને લીધો છે. કાચી માલસામગ્રીના સરકારી ભાવ અને બજાર ભાવમાં રાત-દિવસનો તફાવત હોવાને લઇ યુનિયને હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે. જેને લઇ 110 ગામના 200 થી વધુ વિકાસ કાપો અટવાઇ જશે.
આ અંગે કોન્ટ્રાક્ટર કનુભાઇ પટેલએ જણાવ્યું હતું કે, બાંધકામ માટે વપરાતી ઇંટો, રેતી, કપચી, સિમેન્ટ અને લોખંડનો એસઓઆર એટલે કે, સરકારી ભાવ અને બજારભાવમાં રાત-દિવસનો ફેરફાર છે. કોન્ટ્રાક્ટર યુનિયની માંગ છે કે સરકારી ભાવમાં ફેરફાર કરાય જેથી કામની ગુણવતાં જણવાઇ રહે અને કોન્ટ્રાક્ટરોને પોષાય શકે. આટલુ ઓછુ હોય તેમ 18 ટકા જીએસટીનું ભારણ પણ પડી રહ્યું છે.
આ માંગને લઇ આગામી 20 માર્ચથી જિલ્લાના 100 થી વધુ કોન્ટ્રાક્ટરો જ્યાં સુધી સરકારી ભાવમાં સુધારો ન થાય ત્યાં સુધી હડતાળ પર ઉતરશે તેવો નિર્ણય લેવાયો છે. જો કોઇ કોન્ટ્રાક્ટર હડતાળ જાહેર કર્યા બાદ કામ ચાલુ રાખતાં જણાશે તો તેને રૂ.25 હજારનો દંડ યુનિયન ફટકારશે. હડતાળના કારણે 110 ગામના 200 થી વધુ વિકાસ કામો ઠપ્પ થઇ જશે. હડતાળને લઇ ગુરૂવાર બપોરે યુનિયનએ જિલ્લા પંચાયત ખાતે બેઠક બોલાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.