તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:કડીમાં 10 યુવાઓએ ટોકનદરે ભોજન સેવા શરૂ કરી, આઠ દિવસમાં 800 ટિફિન પહોંચાડ્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જરુરિયાતમંદ દર્દીને માત્ર 20 રૂપિયામાં સવાર-સાંજ પહોંચાડે છે ટિફિન

કડી શહેરના કેટલાક સેવાભાવી યુવાનોએ સેવાની ધૂણી ધખાવી છે.સેવાભાવી યુવાનોએ જનસેવા એજ પ્રભુસેવા ના નારા સાથે કોરોનાગ્રસ્ત લોકો માટે ફક્ત 20 રૂપિયાના ટોકન ચાર્જ માં સવાર સાંજ ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે.કડી શહેરમાં રોજ 100 થી વધારે લોકોને સ્વાદિષ્ટ ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.

કડી શહેરમાં કોરોનાગ્રસ્ત લોકોને સવાર અને સાંજ બંને સમય તાજું ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.કોરોનાગ્રસ્ત દર્દીઓને દાળ-ભાત,શાક-રોટલી,કેરીનો રસ,કઢી,ખીચડી અને ભાખરી સહિત ની ખાદ્ય ભોજન આપવામાં આવી રહ્યું છે.યુવાનોએ વિસ્તાર પ્રમાણે હેલ્પલાઇન નમ્બર જાહેર કરી જરૂરિયાતવાળા લોકો સવારે અને સાંજે ટીફીનની સંખ્યા અને સરનામું નોંધણી કરાવે છે અને તે પ્રમાણે યુવાનો વિસ્તાર પ્રમાણે તેમના ઘર સુધી બંને ટાઈમ ભોજન પહોંચાડી રહ્યા છે.

કોરોના મહામારીના સમયમાં કેટલાક લોકો મહામારીનો ફાયદો ઉઠાવી રૂપિયા કમાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારે કડીના સેવાભાવિ યુવાનોએ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સેવાની ધૂણી ધખાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.છેલ્લા આઠ દિવસથી સતત બંને ટાઈમ લોકોને ટિફિન પહોંચાડી પુણ્ય ના ભાથામાં વધારો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...