હુકમ:સગીરા પર દુષ્કર્મના કેસમાં દોષિત વિસનગરના યુવકને 10 વર્ષની કેદ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાંચ વર્ષ પહેલાં લગ્નના ઇરાદે નેપાળ સહિતના સ્થળે જઇ દુષ્કર્મ આચર્યું હતું
  • કોર્ટે 30 હજાર દંડ અને સગીરાને ત્રણ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો

લગ્ન કરવાના ઇરાદે વિસનગર પંથકની 14 વર્ષીય સગીરાને ભગાડી જઈને નેપાળ સહિત અલગ અલગ જગ્યાએ લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર વિસનગરમાં રહેતા મૂળ વિજાપુર મંડાલીના યુવકને સ્પેશિયલ પોક્સો કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે ભોગ બનનાર સગીરાને ત્રણ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો છે.વિસનગર પંથકની 14 વર્ષની સગીરાને મૂળ વિજાપુરના વિહાર મંડાલી ગામનો અને હાલ વિસનગર રહેતો અજય સંપતભાઈ દેવીપુજક 13 સપ્ટેમ્બર 2018ના રોજ લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હતો અને નેપાળ સહિત અલગ અલગ જગ્યાએ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

સાથે તેણીના જન્મ તારીખના દાખલામાં છેડછાડ કરી બળજબરીપૂર્વક અમદાવાદ ખાતે લગ્ન પણ કરી લીધા હતા. જે અંગેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી પણ શરુ કરી હતી આ કેસ શુક્રવારે વિસનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં જજ એસ.એલ. ઠક્કરે સમાજમાં નાની બાળકીઓ ઉપર દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સમાજમાં દાખલો બેસે તેવી કડક સજા કરવાની સરકારી વકીલ હસુમતીબેન મોદીની દલીલોના આધારે આરોપીને કસુરવાર ઠેરવી અલગ અલગ કલમ અંતર્ગત 10 વર્ષની સખત કેદની સજા તેમજ રૂ.30 હજાર દંડ અને ભોગ બનનાર સગીરાને ત્રણ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલે કુલ 19 દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓને તપાસ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...