સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો:સતલાસણામાં જુગાર રમી રહેલા 10 શખ્સો ઝડપાયા,4 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 વાહનો પણ કબ્જે કરી કાર્યવાહી કરી
  • સતલાસણા પોલીસને અંધારામાં રાખી દરોડો પાડ્યો

મહેસાણા જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન મહેસાણા પોલીસના તમામ પોલીસ મથકની હદમાં ચાલતા નાના મોટા જુગાર રમતા જુગરીઓને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી ત્યારે આજે મહેસાણા જિલ્લાના સતલાસણા માં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી જુગાર રમતા 10ને ઝડપયા હતા.

સતલાસણા ખાતે આવેલા અર્બુદા માતા મંદિર સામે કેટલાક લોકો વરલી મટકાનો જુગાર રમતા હોવાની જાણ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને થતા આજે સતલાસણા ખાતે ટીમે દરોડો પાડી 10 લોકોને ઝડપી પાડ્યા હતા.ત્યારે કાર્યવાહી દરમિયાન 18 હજાર 150 કેસ,10 મોબાઈલ ફોન કિંમત 32 હજાર, 3 વાહનો જેની કિંમત 4 લાખ 20 હજાર,અન્ય 700 રૂપિયા મળી કુલ 4 લાખ 70 હજાર 850 નો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે.

તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા દરમિયાન દશરથ ભાઈ ભીખાભાઇ પટેલ અકડા લખનાર, ભવસિંહ ભુપતસિંહ ચૌહાણ,લખનાર અને ઈરફાન અબ્દુલ કાદર મિર્ઝા કેશિયર અને લાખનર તેમજ અન્ય 7 જુગારી જે જુગાર રમવા આવતા હતા તેઓને ઝડપી લેવામાં આવ્યા છે તેમજ આ દરોડા દરમિયાન વરલી જુગાર ચલાવનાર મુખ્ય આરોપી શાહિદ અબ્દુલ રહેમાન સીધી હાલમાં વોન્ટેડ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...