તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનો:મહેસાણાના તુલસી બંગ્લોઝમાં જુગાર રમતાં 10 નબીરા ઝડપ્યા

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લૉકડાઉનમાં પાણીની ટાંકીની પાછળ પત્તાં ટીચતા હતા
 • બી ડિવિજન પોલીસે રૂ.12310ની રોકડ સાથે પકડી લીધા

મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા તુલસી બંગ્લોઝમાં લોકડાઉનમાં પાણીની ટાંકી પાછળ જુગાર રમતાં 10 જુગારીને બી ડિવિજન પોલીસે રોકડ રૂ.12310 સાથે ઝડપી તમામ સામે ગુનો નોંધ્યો હતો.રાધનપુર રોડ પર તુલસી બંગ્લોઝની અંદર છેલ્લે આવેલી પાણીની ટાંકીની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ કુંડાળુ કરી જુગાર રમતાં હોવાની બી ડિવિજન પોલીસને બાતમી મળી હતી. જેને આધારે પોલીસે સોમવારે બપોરે રેડ કરતાં જુગારીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તો સોસાયટીમાં જુગાર રમાતો હોવાની જાણ થતાં સ્થાનિકોમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. પોલીસે જુગારધામ પરથી રોકડ રૂ.12310 સાથે તુલસી બંગ્લોઝમાં રહેતા 10 નબીરાઓને પકડી તમામ સામે બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.
ઝડપાયેલા 10 જુગારીઓ
1.મહેશ પરષોતમભાઇ પટેલ
2.ધર્મેન્દ્ર હરગોવનદાસ પટેલ 
3.કિર્તી દશરથભાઇ પટેલ
4.કેતુલ રમેશભાઇ પટેલ
5.હેમલ બાબુભાઇ પટેલ
6.વિનોદ મણિલાલ પટેલ
7.કેતન વિહાભાઇ પટેલ
8.પરેશ મધુભાઇ પટેલ
9.કેતન રમેશભાઇ પટેલ
10.હાર્દિક પ્રહલાદભાઇ પટેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો