તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનતેરસે ધૂમ ખરીદી:પુષ્યનક્ષત્ર કરતાં ધનતેરસે જ્વેલરીમાં10 % વધુ ઘરાકી: 640 ટુ-વ્હિલર,330 ફોર-વ્હિલર વેચાયાં

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ધનતેરસના શુભમુહૂર્તમાં લોકોએ સિક્કા અને નાના આભૂષણોની ખરીદી કરી હતી - Divya Bhaskar
ધનતેરસના શુભમુહૂર્તમાં લોકોએ સિક્કા અને નાના આભૂષણોની ખરીદી કરી હતી
 • ફટાકડાના વેચાણમાં કોઇ ફરક નહીં ગત વર્ષની દિવાળી જેવું જ વેચાણ રહ્યું

જિલ્લાવાસીઓએ મનમૂકીને કરેલી ખરીદીના કારણે બે દિવસના પુષ્ય નક્ષત્ર કરતાં પણ શુક્રવારે ધનતેરસના દિવસે જ્વેલરી માર્કેટમાં 10 ટકા વધુ ખરીદી રહી હતી. તો ઓટોમોબાઇલ બજાર અને ફટાકાડાનું બજાર વેપારીઓના અનુમાન કરતાં ઘણું સારું રહ્યું હતું.640 ટુ-વ્હિલર અને 330 ફોર-વ્હિલર વેચાયાં હતાં.

જિલ્લામાં ગુરુવારે રાત્રે 9.31થી શરૂ થયેલી ધનતેરસ શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધી રહી હતી. જેને લઇ ગુરુવાર રાતથી જ્વેલર્સ માર્કેટમાં લોકોની ખરીદી શરૂ થઇ હતી. આ અંગે મહાકાલી જ્વેલર્સના કિરીટભાઇ પટેલે જણાવ્યું કે, સોનાની લગડીનો ભાવ રૂ.52600 અને ઓર્નામેન્ટસનો ભાવ રૂ.46800નો રહ્યો હતો. ધનતેરસ બે દિવસની હોવાના કારણે માર્કેટમાં પુષ્ય નક્ષત્ર કરતાં 10 ટકા વધુ ખરીદી થઇ હતી. બુટ્ટી, ચેઇન, નાના સેટ, રિયલ ડાયમંડ અને બેંગ્લસની ખરીદી વધુ રહી હતી. બીજી બાજુ, ધનતેરસના દિવસે જિલ્લામાં 970 જેટલા વાહનોની ખરીદી થઇ છે. જેમાં 640 જેટલા ટુ-વ્હિલર અને 330 જેટલા ફોર વ્હિલરનો સમાવેશ થાય છે.

ફટકાડાના હોલસેલ વેપારી શૈલેશભાઇ પટેલે જણાવ્યું કે, કોરોના મહામારી વચ્ચે પણ ફટાકડાની ખરીદીમાં કોઇ ફરક પડ્યો નથી. અનુમાન કરતાં ચાલુ સાલે માર્કેટ સારું રહ્યું છે. ગત દિવાળીએ જે વેપાર થયો હતો તે જ વેપાર આ વખતે પણ થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો