ઢોર ડબ્બામાં મૂકાયા:મહેસાણા શહેરમાં રખડતાં વધુ 10 આખલા અને 20 ગાયો પકડી

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મહેસાણા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ચોમાસામાં વધુ વકરી રહી છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા સતત રાત્રિ દરમ્યાન રખડતી ગાયો અને આખલા પકડવાની કામગીરી ચાલુ રખાઇ છે. સોમવારે દિવસ અને રાત્રિ દરમ્યાન વધુ 10 આખલા અને 20 ગાયો પકડીને ઢોર ડબ્બામાં મૂકાયા છે.

શહેરના મોઢેરા રોડ, રાધનપુર રોડ, દ્વારકાપુરી ફ્લેટ, પરા વિસ્તારમાં નગરપાલિકાની એજન્સીના માણસો સહિતની ટીમ દ્વારા રખડતી ગાયો અને આખલા પકડવાની કવાયત કરાઇ હતી. જેમાં દ્વારકાપુરી ફ્લેટ પાસે ગાયો અને આખલાનો સતત જમાવડો રહેતાં વિસ્તારના કોર્પોરેટર રાકેશભાઇ પટેલે સેનેટરી વિભાગને જાણ કરી હતી અને દિવસે જ અહીંથી રખડતાં ઢોર પકડી નજીકના પાર્ટી પ્લોટમાં ધકેલી બાદમાં પરા ઢોર ડબ્બામાં લઇ જવાયા હતા.

નગરપાલિકાના સેનેટરી વિભાગના સૂત્રો મુજબ, જૂન અને જુલાઇ મહિનામાં શહેરમાંથી 133 ગાયો અને 43 આખલા મળી કુલ 176 રખડતાં ઢોર પડકવામાં આવ્યાં છે. જેમાં એજન્સીને રૂ. 3 લાખ અને પાંજરાપોળ અનુદાનમાં રૂ.2.78 લાખ મળી કુલ રૂ. 5.78 લાખ ખર્ચ થયો છે.

અન્ય સમાચારો પણ છે...