મહેસાણા તાલુકામાં આવેલા ધોળાસણ ગામમાં સાસરિયાના ત્રાસે એક પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી જતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ પિયર પક્ષને થતા મૃતકની માતા સહિતનો પરિવાર મહેસાણા લાયસન્સ દોડી આવી સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી
સાસરી પક્ષના લોકો પર શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો આરોપમૂળ રાધેજા ખાતે રહેતી 28 વર્ષીય દક્ષિણા રાવળના લગ્ન છ વર્ષ અગાઉ ધોળાસણમાં રહેતા આનંદભાઈ દશરથભાઈ રાવળ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન એક બાળકીનો જન્મ પણ થયો હતો.જોકે પરિણીતાને તેના સાસરી પક્ષના લોકો છેલ્લા ઘણા સમયથી અવારનવાર ઘરકામ બહાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા તેમજ પતિ મારઝૂડ કરી હેરાન પરેશાન કરતો હતો જેથી પરિણીતા સાસરિયાનો ત્રાસ સહન ન કરી શકતા તેણે ઘરમાં પડેલ કોઈ ઝેરી દવા ગટગટાવી જતા તબિયત લથડી હતી બાદમાં મહેસાણાની લાયન્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી.
10 મહિનાની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવીબાદમાં પરિણીતાના પતિએ સમગ્ર મામલે પિયારના લોકોને જાણ કરતા પિયર પક્ષ મહેસાણા દોડી આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન પરિણીતા છેલ્લા શ્વાસ લેતા તેનું મોત નીપજ્યું હતું.એ દરમિયાન પરિણીતાનો પતિ મહેસાણા લાયન્સ હોસ્પિટલ માંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં સારવાર દરમ્યાન પરિણીતા મોતને ભેટી હતી તો બીજી બાજુ એક દસ માસની બાળકીએ પોતાની માતાની છત્રછાયા પણ ગુમાવી હતી. સમગ્ર મામલે હાલમાં મૃતકની માતાએ લાઘણાજ પોલીસ મથકમાં સાસરી પક્ષના આનંદ ભાઈ દશરથભાઈ રાવળ, દશરથ ભાઈ સેધાભાઈ રાવળ, અને પૂજાબેન દશરથભાઈ રાવળ વિરુદ્ધ કલન 498,(ક),306,323,114 મુજબ ફરિયાદ નોંધાવી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.