અકસ્માત:દેવરાસણ પાસે જીપડાલાએ 10 શ્રમિકોને ફંગોળતાં ગંભીર ઇજા

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા-વિજાપુર હાઇવે પર દેવરાસણ નજીક ફેક્ટરી સામેની ઘટના
  • બે ​​​​​​​બાઇકોનો કચ્ચરઘાણ, ડાલુ ઝાડ સાથે અથડાતાં ચાલક ઘવાયો

મહેસાણા-વિજાપુર હાઇવે પર દેવરાસણ નજીક ફેક્ટરીની બહાર ઉભેલા શ્રમિકો અને બે બાઇકોને બેફામ આવતા જીપડાલાએ અડફેટે લીધા હતા. જેમાં 10 જણાને ગંભીર ઇજા પહોંચતાં મહેસાણા દવાખાને સારવાર અર્થે લવાયા હતા. અકસ્માતના કલાકો પછી પણ પોલીસ ઘટના સ્થળે કે હોસ્પિટલ પહોંચી ન હતી.

દેવરાસણ હાઇવે પર આવેલી પ્લાયવૂડની ફેક્ટરીમાં કામ કરતાં શ્રમિકો મંગળવારે સાંજના છુટ્યા બાદ ફેક્ટરીની બહાર ઊભા હતા. ત્યારે વિજાપુર તરફથી આવતું જીપડાલું સાઈડમાં ઊભેલા શ્રમિકો અને બે બાઇકને અડફેટે લઇ ઝાડ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ડાલાના ચાલક, રોડની સાઈડમાં ઊભેલા શ્રમિકો સહિત 10 જણાને ઇજા પહોંચી હતી. ત્રણ એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને પહેલા મહેસાણા સિવિલ અને ત્યાર બાદ લાયન્સ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયો હતો. બંને બાઇકનો ખુદડો નીકળી ગયો હતો.

અકસ્માતમાં ઈજાગ્રસ્તો
1.અસન ઘાંચી
2.રાહુલ ઠાકોર
3.મિતેશ મિશ્રા
4.ભરત ઠાકોર
5.પરથુ ભગત
6.મનોજ ઠાકોર
7.સચિનકુમાર
8.જીગરજી ઠાકોર
9.કાળુજી ઠાકોર
10. અજાણ્યો શખ્સ

અન્ય સમાચારો પણ છે...