તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વામજ અને કરણનગરમાંથી 1.87 લાખની મત્તા સાથે 10 જુગારી ઝબ્બે

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વામજમાં1.03 લાખ રોકડ અને 29,500ના 7 મોબાઇલ જપ્ત
  • કરણનગરમાં 4600 રોકડ અને 10 હજારના 4 મોબાઇલ જપ્ત

કડીના વામજ ગામે જુગારના સ્થળે રેડ કરી રૂ.1.32 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સોને તેમજ કરણનગર ગામેથી રૂ.14,600ના મુદ્દામાલ સાથે 4 શખ્સોને જુગાર રમતાં ઝડપી લીધા હતા.

વામજની સીમમાં આંબાવાડિયા વાળા ખેતરમાં બોરની ઓરડીમાં કલોલનો દિલીપ સોમદાસ પટેલ બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતો હોવાની બાતમી આધારે કડી પોલીસે રેડ કરી રોકડ રૂ.1,03,000, રૂ.29,500ના 7 મોબાઇલ મળી કુલ રૂ.1,32,500ના મુદ્દામાલ સાથે 1. દિલીપ સોમદાસ પટેલ, રહે. કલોલ, સ્થાપત્ય બંગલોઝ, 2. પટેલ લલીત બાબુભાઇ, રહે. શેરથા, હાઇસ્કૂલવાળો વાસ, 3. કરમવીર શ્રીરામ રામરખ ચૌધરી, રહે.કલોલ, સ્થાપત્ય બંગલોઝ, 4. બ્રાહ્મણ દિનેશ રમેશચંદ્ર, રહે. કલોલ, છત્રાલ ફેઝ-2, હર્ષદકાંટા પાસે, 5. પટેલ બિપીન હરગોવનદાસ, રહે. કલોલ, સ્થાપત્ય બંગલો અને 6. ગુપ્તા હરીઓમ ભગવાનદાસ, રહે. કલોલ, વાઇટહાઉસને ઝડપી લીધા હતા. કરણનગરમાં ચોકની બાજુમાં બુડાસણના ચૌધરી અભિષેક ફુલચંદભાઇ, કરણનગરના ઠાકોર શૈલેશ દિનેશજી, ઠાકોર દિપકજી સોમાજી, ઠાકોર વિષ્ણુજી કરશનજી અને ઠાકોર લાલાજી સોમાજીને રોકડ રૂ.4600 તથા રૂ.10 હજારના 4 મોબાઇલ મળી રૂ.14,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...