તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:જમીન રિસર્વે, સમાન સિંચાઇદર,સમાન વીજદરના પ્રશ્નો ઉકેલવા કિસાન સંધનું 10 દિવસનું અલ્ટીમેટમ

મહેસાણા24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉ.ગુ.ના ભારતીય કિસાન સંઘની સંકલન સમિતિની બેઠકમાં 6 મુદ્દા ચર્ચાયા

ઉત્તર ગુજરાતના ભારતીય કિસાન સંઘની સંકલન સમિતિએ સોમવારે કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં ખેતીની જમીન રીસરવે સહિતના 6 મુદ્દે રજૂઆત કરી હતી. તેમજ આગામી 10 દિવસમાં પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. કિસાન સંઘની સંકલન સમિતિએ ખેડૂત અને ખેતમજૂરને પ્રતિ માસે રૂ.10 હજારનું પેન્શન આપવું, સમાન સિંચાઇ દરના આધારે સમાન વીજદર નક્કી કરવો, ખરીદી માટે જેમ એમઆરપી હોય તેમ ખેત પેદાશો માટે એમસીપી નક્કી કરવી, જો ખેત પેદાશોની એમએસપીથી નીચા ભાવે ખરીદી થાય તો તેવા કિસ્સામાં સરકાર દ્વારા તફાવતની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવી,

સરકારી પડતર, કાચા અને પાકા રસ્તાઓનો સરવે કરી તાકીદે ફેસીંગ કરાવવું જેથી ખેડૂતોને થતું નુકશાન અટકી શકે તેમજ ખેતીની જમીન રીસરવેમાં થયેલી ભૂલોને સત્વરે દૂર કરવી. રજૂઆત સાથે સંકલન સમિતિએ રાજ્ય સરકારને 10 દિવસની મુદ્દત આપી છે. જો દિન-10 માં મુદ્દા નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી ન્યાયની માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો