શિયાળામાં ચોમાસુ:ઉત્તર ગુજરાતના 25 તાલુકામાં 1થી 4 મીમી વરસાદ તમામ પાકોમાં મોલોમસીનો ઉપદ્રવ વધશે

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે પણ હળવા વરસાદની સંભાવના, ઠંડી 1થી 2 ડિગ્રી વધશે
  • જીરામાં કાળિયો રોગ, વરિયાળીમાં ચરમી, સાકરીયો, ઇસબગુલમાં મોલો મસી, બટાકામાં સુકારો, દિવેલાના ગાંગડામાં સફેદ ફૂગ લાગશે : તમામ રોગ આગામી ત્રણ દિવસમાં દેખા દેશે
  • વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ બનતાં ચોમાસા જેવું વાતાવરણ

વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને 2 સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે બુધવારથી ઉત્તર ગુજરાતના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ગુરૂવારે ઉત્તર ગુજરાતના 25 તાલુકામાં 1 મીમીથી લઇ 4 મીમી સુધીના વરસાદ સાથે અનેક વિસ્તારોમાં વરસાદની ઝરમર વરસી હતી. ઉલ્લેખનીય છે કે, દિવસ દરમિયાન પણ હવામાં ભેજનું પ્રમાણ 92%થી વધુ રહેવાના કારણે વિજીલીબીટી 1 કિલોમીટરની રહી હતી. વેધર એક્સપર્ટના મત્તે ગત ચોમાસામાં આવો ભેજ જોવા મળ્યો ન હતો.

કમોસમી વરસાદે ખેડૂતોની પથારી ફેરવી દીધી છે. છેલ્લા એક સપ્તાહથી વાદળછાયા વાતાવરણ બાદ થયેલા માવઠાંને લઇ મહેસાણાના ખેરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ડ વૈજ્ઞાનિક ડો.આર.એ.પટેલે જણાવ્યું હતું કે, તમામ પાકોમાં મોલો મચ્છીનો ઉપદ્રવ વધશે. જેમાં સૌથી મોટુ નુક્સાન કાળીયા રોગના કારણે જીરૂના પાકને થશે.

આ ઉપરાંત, વરીયાળીમાં ચરમી અને સાકરીયો, ઇસબગુલમાં મોલો મચ્છી, બટાટા પાકમાં સુકારાનો, રાઇમાં ભુકી છારો અને મોલો રોગ લાગી શકે છે. તેમજ તમાકુના પાન બિડાઇ જશે. આ સાથે દિવેલાના પાકના ગાંગળા ખરી પડવાની સાજે ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત દિવેલાના ગાંગડા પર સફેદ ફૂગ લાગશે. આ તમામ રોગ આગામી 3 દિવસમાં દેખા દેશે. રોગ-જીવાતના કારણે ઉત્પાદનમાં મોટો એવો ઘટાડો જોવા મળશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવાર સવારે ઝાકળ વર્ષા થઇ શકે છે. જો કે, કમોસમી વરસાદનું જોર ઘટતાં ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આગામી 48 કલાક બાદ એટલે કે 9 જાન્યુઆરીથી વાતાવરણ સામાન્ય થતાં ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ઠંડીમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનના પશ્ચિમ વિસ્તારમાં એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ સાથે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ બની છે. આ સાથે રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં પણ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ બની છે. આ ત્રણેય સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે.

વિસનગર યાર્ડમાં આવક ઘટી
પંથકમાં વરસાદને કારણે ઠંડીનું જોર પણ વધતાં મોટાભાગના લોકોઅે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. માર્કેટયાર્ડમાં પણ વરસાદને પગલે આવકો ઘટવા પામી હતી. સાંજે પાંચ વાગ્યા બાદ વાદળા વિખેરાઇ જતાં વાતાવરણ ખુલ્લુ થઇ જવા પામ્યું હતું.

મહેસાણા જિલ્લો

ખેરાલુમાં3 મીમી
મહેસાણામાં2 મીમી
કડીમાં2 મીમી
વડનગરમાં2 મીમી
ઊંઝામાં2 મીમી
વિજાપુરમાં2 મીમી
વિસનગરમાં2 મીમી
બહુચરાજીમાં1 મીમી
સતલાસણામાં1 મીમી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...