ચોરી:મહેસાણા નજીક નાસ્તો કરવા ઊભા રહેલા ડૉક્ટરની કારનો કાચ તોડી 1 લાખની ચોરી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્લીસ ફૂડકોર્ટના પાર્કિંગમાં કારમાંથી ટેબલેટ, 30 હજાર રોકડ અને ડોક્યુમેન્ટ ગયા
  • ​​​​​​​ફિયાંશી સાથે પાલનપુર​​​​​​​ જતા સમયે નાસ્તો કરવા માટે રસ્તામાં રોકાયા હતા

મહેસાણા પાલનપુર હાઇવે પર આવેલા બ્લીસ ફૂડ કોર્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી પાલનપુર સિવિલ હોસ્પિટલના ડોક્ટરની કારનો કાચ તોડીને અજાણ્યો શખ્સ ટેબલેટ અને 30000 રોકડ મળી એક લાખની મત્તા ચોરી પલાયન થઇ ગયો હતો.

પાલનપુરના ઢૂંઢીયાવાડી વિસ્તારમાં આવેલી પ્રયાગરાજ સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ ભરતકુમાર પરમાર સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી રહ્યા છે દરમિયાન 15 નવેમ્બરના રોજ વિક્રમસિંહ અમદાવાદની મેન્ટલ હોસ્પિટલમાંથી અભ્યાસ માટે આઇપેડ લઈને રાત્રિના આઠેક વાગ્યે પોતાની ફીયાંશી સીમાબેનને સાથે મામાની ક્રેટા કાર માં પાલનપુર જવા માટે નીકળ્યા હતા ત્યારે રસ્તામાં સવા નવ વાગ્યાના સુમારે મહેસાણા નજીક આવેલા બ્લીસવોટર પાર્કના ફૂડ કોર્ટ ના પાર્કિંગમાં કાર પાર્ક કરીને અંદર નાસ્તો કરવા માટે ગયા હતા નાસ્તો કરીને પરત ગાડી પાસે આવતા તેમની ગાડીના પાછળના દરવાજાનો કાચ તૂટેલો હતો અને સીટમાં પડેલ ટેબલેટ અને 30,000 રોકડ મુકેલો થેલો ગાયબ હતો

આસપાસ તપાસ કરતા તેમની કારનો કાચ તોડીને અંદર પડેલ 75 હજારની કિંમતનું ટેબલેટ અને રોકડ ધોરણ 10 થી માંડીને એમબીબીએસ સુધીના તમામ તેમના અસલ ડોક્યુમેન્ટ મળી એક લાખની કિંમતની મતાની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાની ખબર પડતાં તેમણે મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધીને કારનો કાચ તોડી ચોરી કરનાર અજાણ્યા શખ્સને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

અન્ય સમાચારો પણ છે...