મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દરરોજનું એક લાખ લિટર પાણી વપરાઈ જાય છે અને આ પાણીના નિકાલ માટે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ નગરપાલિકાને ડ્રેનેજ પંપીંગ સ્ટેશન બનાવી આપવાની જવાબદારી સોપી હતી. ત્યારે બાલિકા દ્વારા આ પ્રોજેક્ટની જવાબદારી લઈ સિવિલ હોસ્પિટલનું વેસ્ટ રુપિયા 1 લાખનું પાણીનું રિસાયકલિંગ થાય તે રીતનું આયોજન હાથ ધર્યું છે.
પાલિકાને જવાબદારી સપાઇ
મહેસાણા નગરપાલિકામાંથી મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં દરરોજનો એક લાખ લિટર પાણી વેસ્ટ તરીકે નીકળે છે. જેના નિકાલ માટે ડ્રેનેજ પંપીંગ સ્ટેશનનો પ્રોજેક્ટ તૈયાર કરી આપવા સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ નગરપાલિકાને જવાબદારી સોંપી હતી. નગરપાલિકાએ આ પ્રોજેક્ટની કોસ્ટ કાઢી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને આપતા તેઓએ પાલિકાને જ પ્રોજેક્ટ પૂર્ણ કરી આપવા અનુરોધ કર્યો હતો અને તેનો સંપૂર્ણ ખર્ચ પણ પાલિકાને આપી દીધો હતો.
પાણીનો ફરી ઉપયોગ કરી શકાશે
સિવિલ હોસ્પિટલમાં ડ્રેનેજ પંપીંગ સ્ટેશન તેમજ રાઈઝીંગ લાઈન નાખવાની કામગીરી ત્રણ વર્ષ ઓપરેશન મેન્ટેનન્સ સાથે કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર દ્વારા એજન્સી રોકી પાલિકાના અધિકારીઓના નિરીક્ષણમાં પ્રોજેક્ટ પૂરો કરાશે. આ પ્રોજેક્ટર પ્રમાણે સિવિલ હોસ્પિટલનો રોજનું એક લાખ લિટર પાણી જે વેસ્ટ થાય છે તેના નિકાલ માટે તેનું કનેક્શન પાલિકાની ભૂગર્ભ ગટર સાથે અપાશે અને પાલિકાના ભૂગર્ભ ગટર મારફત આ પાણી રિસાયકલિંગ માટે નવા બની રહેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહોંચાડાશે અને ત્યારબાદ તેનો ફરી ઉપયોગ કરી શકાશે, તે માટે રુપિયા 1 લાખ લિટર પાણીનું રિસાયકલિંગ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.