તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:વિજાપુરમાં 1 ઇંચ, બહુચરાજી, કડી અને વડનગરમાં અડધો ઇંચ વરસાદ

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાભરમાં સવા, સૂઇગામ અને હિંમતનગરમાં પણ 1-1 ઈંચ વરસ્યો
  • મહેસાણા, ઊંઝા અને વિસનગરમાં હળવો વરસાદ, જોટાણામાં મોડી સાંજે ઝાપટું પડ્યું

મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં મંગળવાર સાંજે 6થી બુધવારે સાંજના 6 વાગે પૂરા થતા 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. બુધવારે દિવસ દરમિયાન વિજાપુરમાં સૌથી વધુ એક ઇંચથી વધુ 30 મીમી વરસાદ થયો હતો. જ્યારે બહુચરાજીમાં 13, કડીમાં 13 અને વડનગરમાં 11 મીમી એટલે કે અડધો ઇંચ પડ્યો હતો. તેમજ મહેસાણામાં 5, ઊંઝામાં 4 અને વિસનગરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. જોટાણામાં મોડી સાંજે વરસાદી ઝાપટા વરસ્યા હતા. જ્યારે ખેરાલુ અને સતલાસાણાને બાદ કરતાં 8 તાલુકામાં હળવાથી મધ્યમ સાર્વત્રિક વરસાદ થયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભાભરમાં સવા ઇંચ, સૂઇગામમાં એક ઇંચ, વડગામ- લાખણીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં 20 મિનિટમાં એક ઈંચ, તલોદ અને પ્રાંતિજમાં પણ એક-એક ઇંચ વરસાદ પડ્યો હતો. પાટણ જિલ્લામાં પાટણમાં 1, શંખેશ્વરમાં 4, સમીમાં 8, સરસ્વતીમાં 2 અને સાંતલપુરમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો.દરમિયાન, ગુરુવારે ઉત્તર ગુજરાતના પાટણ , સાબરકાંઠા અને બનાસકાંઠા ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. મહેસાણામાં છુટાછવાયા ઝાપટાં વરસી શકે છે.

અન્ય સમાચારો પણ છે...