કોરોના અપડેટ:મહેસાણામાં 1 અને વિજાપુરમાં 2 કોરોનાના કેસ, 2 દર્દી સાજા થયા

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 24 કલાકમાં નવા 3 સાથે એક્ટિવ કેસ 9 થયા
  • ડીસામાં​​​​​​​ મુંબઇંથી આવેલા યુવક અને ઇડરમાં 63 વર્ષીય વૃદ્ધ કોરોના પૉઝિટિવ

મહેસાણા જિલ્લામાં ત્રણેક મહિના બાદ ફરી કોરોનાના કેસો સામે આવવાના શરૂ થયા છે. શુક્રવારે નવા 3 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં શુક્રવારે સરકારી લેબમાંથી 2 અને ખાનગી લેબમાંથી 1 મળી કુલ 3 કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં વિજાપુર શહેરી વિસ્તારોમાંથી 1 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 1 કેસ સામે આવ્યો હતો. જ્યારે મહેસાણા શહેરી વિસ્તારમાંથી 1 કેસ સામે આવ્યો હતો.

તેની સામે 2 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 9એ પહોંચી છે. બીજી બાજુ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 1049 શંકાસ્પદ સેમ્પલ લઇ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલ્યા છે.બનાસકાંઠાના ડીસા શહેરમાં મુંબઇથી આવેલા 18 વર્ષીય યુવક તેમજ સાબરકાંઠાના ઇડરમાં 63 વર્ષીય વ્યક્તિ પોઝિટિવ આવતાં હોમ આઇસોલેટ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...