તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતના લેટેસ્ટ ન્યુઝ:બનાસકાંઠા કલેક્ટરની ઝુંબેશથી 102 અનાથ બાળકોને મા-બાપ મળ્યા, ઉત્તર ગુજરાતમાં ધનતેરસની ઉજવણી કરાઈ

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાલક માતા-પિતા યોજનાના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું - Divya Bhaskar
પાલક માતા-પિતા યોજનાના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું
 • ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 10 સમાચારો માત્ર એક ક્લિક પર

બનાસકાંઠામાં આજે જિલ્લાના 102 અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ મળ્યો છે. પાલનપુર ચિલ્ડ્રન હોમ ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અનાથ બાળકોને ફટાકડા અને મીઠાઇ તથા પાલક માતા-પિતા યોજનાના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં પાલક માતા પિતા યોજનામાં કુલ- 1409 અનાથ બાળકો પાલક માતા-પિતા યોજનાનો લાભ લઇ રહ્યા છે. પાલક માતા-પિતા યોજનાના અમલીકરણમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને છે. બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને 8 ઓક્ટોબરે એક બેઠક યોજાઇ હતી. જેમાં અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે ઝુંબેશ ચલાવવા જણાવાયું હતું.

2. ઉત્તર ગુજરાતમાં ધનતેરસની ઉજવણી થઈ
આજથી દિવાળી પર્વની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે પાંચ દિવસ સુધીના આ દિપોત્સવમાં આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવી હતી. આજે લોકોએ સોનાના દાગીના, સોનાના સિક્કા, વાહનોની ખરીદી કરી હતી. લોકો સવારે જ લક્ષ્મીપૂજન કર્યુ હતું. લોકોએ વાહનોની પણ આ શુકનવંતા દિવસે ખરીદી કરી હતી. સાંજે 6 વાગ્યાથી કાળી ચૌદસનો પ્રારંભ થયો હતો. આજે ધન્વંતરીની પૂજા પણ કરવામાં આવી હતી.

સફાઈ કર્મીઓ સાથે કલેક્ટર આનંદ પટેલે સંવાદ કર્યો
સફાઈ કર્મીઓ સાથે કલેક્ટર આનંદ પટેલે સંવાદ કર્યો

3. અંબાજીમાં દિવાળી પર્વ પર કલેક્ટરે સફાઈકર્મીઓને મીઠાઈ વિતરણ કર્યું
પ્રકાશના પર્વ દિવાળી પર પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે મોટી સંખ્યામાં માઈભક્તો માં અંબાના શરણે વંદન કરી ધન્યતા અનુભવે છે. આજે આસો વદ તેરસને શુક્રવાર (ધન તેરસ)ના પવિત્ર દિને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અંબાજી મુકામે યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થાનું રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. અહીં સ્વચ્છતાની કામગીરી કરતા સફાઈ કર્મીઓ સાથે કલેક્ટરે સંવાદ કરી સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવીને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. દાતા મૌલિક ઠક્કર અને તેમના પરિવાર દ્વારા 500 કીટ સફાઈ કર્મીઓને તથા જરૂરીયાતમંદ લોકોને ભેટ આપી હતી. આ કીટમાં દિવાળી નિમિત્તે મીઠાઈ તેમજ ફટાકડા આપવામાં આવ્યા હતાં.

4. ચાણસ્માના 16 હજાર ખેડુતોને સહાય ચુકવાઈ
ચાણસ્મા તાલુકાના 16 હજાર ખેડુતોને ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ચોમાસું ખેતી નિષ્ફળ થઈ હતી. આથી આ પરિસ્થિતિને જોઈ રાજ્ય સરકાર દ્વારા ચાણસ્મા તાલુકાના 16 હજાર ખેડૂતોના ખાતામાં અંદાજે 18 કરોડની ચુકવણી કરવામાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને દિવાળી તહેવારો સમયે જ વળતર ચુકવાતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

5. ઉત્તર ગુજરાતમાં દિવાળી પર્વ પર 3 દિવસમાં ઠંડી ઘટશે
ઉત્તર ગુજરાતના શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધારે છે. ઠંડીનો પારો 17 ડિગ્રી સુધી ઉતરી ગયો હતો. તેવામાં હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દિવાળી પર્વ પર જ 14થી 16 નવેમ્બર સુધી ઠંડીમાંથી લોકોને રાહત મળશે.

6. જિલ્લા પ્રમુખના પદગ્રહણ સમારંભમાં કે સી પટેલની કોંગ્રેસની ચીમકી
પાટણમાં નવનિયુકત્ત જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.ત્યારે આજે પાટણમાં કે સી પટેલે કોંગ્રેસને ધમકી આપી હતી અને કોંગ્રેસના એક પણ કાર્યક્રમ પાટણ જિલ્લામાં નહીં થવા દે તેમ જણાવ્યું હતું . પદગ્રહણ કાર્યક્રમમાં ભાજપ નેતાએ ધમકી આપી હતી. 10 નવેમ્બરે સી આર પાટીલના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ રાજ્યમાં 39 જિલ્લા અને શહેર પ્રમુખ નીમાયા છે.

પાટણ જિલ્લા પ્રમુખના પદગ્રહણ સમારંભમાં કેસી પટેલ કોંગ્રેસ પર વરસી પડ્યા
પાટણ જિલ્લા પ્રમુખના પદગ્રહણ સમારંભમાં કેસી પટેલ કોંગ્રેસ પર વરસી પડ્યા

7. બનાસકાંઠામાં આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ દિવસની ઉજવણી
ભારત સરકારના આયુષ મંત્રાલય અને આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શનમાં આજે 13 નવેમ્બરે પાંચમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની આયુર્વેદ ફોર કોવિડ-19ની થીમ પર કરવામાં આવી હતી. બનાસકાંઠામાં પાલનપુર, છાપી, હડાદ, ચિત્રાસણી, રાણપુર અને ગઢ કાતે નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. માર્ચથી લઈને અત્યાર સુધી બનાસકાંઠામાં 9.71 લાખ લોકોએ ઉકાળો પીધો છે.

8. ફાયનાન્સ કંપની ચાર જિલ્લાના ડિવિજનલ મેનેજર પર ભિલોડામાં હુમલો
ભિલોડામાં અરવલ્લી સહિત ચાર જિલ્લાના ખાનગી ફાયનાન્સ કંપનીના ડિવિજનલ મેનેજરને આકાર કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલી ઓફિસમાં કર્મીએ બોલાવતા વિઝિટ માટે ગયા હતા. ત્યારે ઓફિસના સ્ટાફ સાથે ગયેલા મેનેજરે કામગીરી પૂછતા તેણે મા-બહેનની બીભત્સ ગાળો બોલીને તેને માર માર્યો હતો. મેનેજરે ભિલોડા પોલીસ સ્ટેશનમાં કર્મચારી અને તેના પિતરાઈ ભાઈ સામે ફરિયાદ નોઁધાવી છે.

9. બનાસકાંઠાના થરાદની પીરગઢ ડીસ્ટ્રી કેનાલ તૂટી
બનાસકાંઠામાં માઈનોર કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત છે. હાલ રવિપાકોનું વાવેતર થતાં સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે વાવ, થરાદ, સુઈગામ સહિતના વિસ્તારોમાં કેનાલો તૂટી રહી છે. થરાદની 11 કિમી લાંબી પીરગઢ ડ્રીસ્ટ્રી કેનાલમાં પંદર ફૂટનું ગાબડું પડતા પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. પંથકમાં રાયડો, એરંડા જીરું સહિતના પાકોનું વાવેતર કરાયું છે.

10. મેઘરજમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે લોકદરબાર
મેઘરજ તાલુકામાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ તેમજ કાયદાકીય સમસ્યાઓના નિવારણ માટે અને ગુનાઓ અટકાવવા એસપી સંજય ખરાતની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો. મેઘરજ જૂના બસ સ્ટેન્ડની પોલીસ ચોકીની આસપાસના દબાણો દૂર કરી કાયમી પોલીસ ચોકી શરૂ કરવા તેમજ ગ્રીનપાર્ક ચોકડી કે પંચાલ રોડ પર નવીન પોલીસ સ્ટેશન શરૂ કરવા લોકોએ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો