તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરવલ્લીમાં ઉનાળા દરમિયાન લોકોને પાણીની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ગુજરાત રાજ્યના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા બંધ હેન્ડ પંપ રીપેર કરવા હેલ્પલાઇન શરૂ કરી છે. અરવલ્લી જિલ્લામાં 10 ટીમોની રચના કરી છે. જેમાં અત્યાર સુધી 1886 ફરીયાદ મળી છે જે પૈકી 482 હેન્ડપંપ રીપેર કર્યા છે. જ્યારે 305 જગ્યાએ સ્થળ મુલાકાત કરતા સમારકામની આવશ્યકતા નહોતી. તેમજ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત 1864 જળસંચયના કામો હાથ ધર્યાં હતાં છે જેમાંથી 68 કામો પૂર્ણ કર્યા છે. જ્યારે હાલના તબક્કે 260 કામો પ્રગતિમાં હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.
6 તાલુકાના અરજદારો માટે હેલ્પલાઇન નંબર અને ઈ-મેલ
મોડાસા, મેઘરજ અને ધનસુરા તાલુકાના અરજદારોએ દર્શન ગ્રામ વિકાસ ટ્રસ્ટ, મુ.પો-તખતગઢ,તા. પ્રાંતિજના ફોન નં (02770) 273076 તથા 94270 59441 ઉપર સંપર્ક કરી શકશે, જ્યારે માલપુર અને ભિલોડા તાલુકા માટે હિંમતનગરના રફિક મેમણ (96876 07437) તથા બાયડ તાલુકા માટે મો.સ્વાશ્રયી મહિલા ખેડૂ મંડળના રૂપોબન રાઠોડ( 95102 55980)નો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત તમે સીધા ટોલ ફ્રસ નંબર "1916" પર ફરીયાદ નોંધાવી શકશો. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના deephmechsnbld@gmail.com ઇ-મેઇલ પર ફરીયાદ નોંધાવાની વ્યવસ્થા કરી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.