તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનોમુક્ત:મોડાસામાંથી 22 દર્દીઓએ કોરોનાને હરાવતાં રજા અપાઇ

મોડાસા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને હરાવનાર દર્દીઓએ કહ્યું કોરોનાથી ડરવાની જરૂર નથી પણ તેનાથી સાવચેતી રાખવાની ખાસ જરૂર છે, લોકોને વારંવાર હાથ ધોવા,માસ્ક પહેરવા અપીલ

આરોગ્ય તંત્રની સઘન સારવારથી મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી વધુ 22 લોકોએ કોરોનાને મ્હાત આપતા જિલ્લામાં 41 લોકો કોરોનોમુક્ત બન્યા છે.  આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આશિષ નાયકે જણાવ્યું કે, ગુરૂવારે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાંથી 22 કોરોના પોઝિટવ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ 41 લોકોએ કોરાનાને મ્હાત આપી છે.  સાજા થયેલા મોડાસાના ટીંટોઇના લક્ષ્મીબેન વણકર જણાવે છે કે, આરોગ્ય તંત્રની સારસંભાળ અને વિશેષ કાળજીથી આજે મને નવજીવન મળ્યું છે. અહીં હોસ્પિટલામાં જમવાથી માંડી તેની સ્વચ્છતાની ખાસ તકેદારી રખાય છે.વળી અમને આરોગ્યના કર્મીઓ તાળીઓથી સન્માન આપે તે મારા માટે ગૌરવની ક્ષણ સમાન હતી. કોરોનાને હરાવનાર મોડાસાના ઇમરાન ગુજરાતીએ જણાવ્યું કે કોરોનાથી ડરવાની જરૂર નથી પણ તેનાથી સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. તેમણે લોકોને વારંવાર હાથ ધોવા,માસ્ક પહેરવા અપીલ કરી હતી. જિલ્લામાં 41 લોકો કોરોનોમુક્ત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો