તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વિશ્વ નર્સીસ ડે:મોડાસાની હોસ્પિટલમાં ત્રણ નર્સ સંતાનોથી દૂર ફરજ પર

મોડાસા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સપ્તાહમાં એકાદવાર પરિવારને મળી તરત જ ફરજ પર હાજર થઇ જાય છે

મોડાસા તાલુકાના બાયલ ગામના વતની અંકિતાબેન પટેલ મોડાસા ખાતેની ડૉ. રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં નર્સ તરીકે સેવાઓ બજાવે છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના નવ સદસ્યોના આ પરિવારમાં ચાર વર્ષનો એકનો એક દીકરો ધર્મ પણ ખરો... દીકરો ધર્મ રોજ મમ્મીની રાહ જોતો જોતો જ સૂઈ જાય છે. અંકિતાબહેન મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં સેવા બજાવે છે ત્યાં હોસ્પિટલમાં કોવિડ- 19 વિભાગ પણ કાર્યરત છે. એટલે રખેને પોતે સંક્રમિત થાય અને સમસ્ત પરિવારને પરિવાર સંક્રમણનો ભાગ ન બને એ સાવચેતીના ભાગ રૂપે તેઓ હવે બાયલ આવવાનું ટાળે છે અને ફરજ બાદ મોડાસા જ રોકાઈ જાય છે. મોડાસા પણ તેઓનું મકાન છે તે પણ આવી અન્ય સિસ્ટર્સ માટે ખોલી આપ્યું છે. જેમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ફરજ બજાવતાં ભિલોડાના પટેલ બંસરી બેન, મોડાસાના પંડ્યા પારુલ બેન અને રામોસના હરશ્મિબેન હોસ્પિટલમાં પોતાની ફરજ પૂરી કરી પોતાના પરિવાર પાસે જવાના બદલે અહીં અંકિતા બેનના મકાનમાં જ રહે છે. અને સપ્તાહમાં એકાદવાર પરિવારને મળી તરત ફરજ પર પરત ફરે છે.  મોડાસાના પંડ્યા પારુલબેનને પણ ત્રણ વર્ષનો દીકરો છે. એ પણ મમ્મીની રાહ જોયા કરે છે. તેઓ મોડાસાના હોવા છતાં સાવચેતીના ભાગરૂપે પોતાના પરિવાર ને મળવાનું ટાળે છે. પોતાના ઘરે જવા કરતાં અંકિતાબેનના મકાનમાં જ રહે છે.  થોડા સમય પહેલાં જ અંકિતાબેનનો દીકરો ધર્મ બીમાર પડ્યો તો તેના પિતા ચિરાગકુમાર પટેલ જેઓ ધનસુરા તાલુકાની બાજીપૂરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ચિરાગભાઈ દીકરા ધર્મને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ અંકિતાબેન પોતાની ફરજ બજાવવામાં વ્યસ્ત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો